Uncategorized

ફિલ્મ ‘Emergency’માં કંગના બનશે ઇન્દિરા ગાંધી, તો હીરો બનશે અટલ બિહારી વાજપેયી, ફર્સ્ટ લૂક રિલીઝ…

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ ઈમરજન્સીના લૂક પોસ્ટરોએ હલચલ મચાવી દીધી છે. સૌથી પહેલા તો ઈન્દિરા ગાંધીના રોલ માટે કંગના રનૌતના દમદાર લુકે બધાની બોલતી બંધ કરી દીધી. હવે ફિલ્મનો વધુ એક દમદાર લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર જય પ્રકાશના રોલમાં જોવા મળશે. જો કે, આ બધાની વચ્ચે, ફિલ્મની એક ખાસ ભૂમિકાને હાઇલાઇટ કરવામાં આવી છે, આ ભૂમિકા અટલ બિહારી વાજપેયીની છે.

કંગનાની ફિલ્મ ઈમરજન્સીનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે, જેમાં બીજેપી નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારની ભૂમિકા સામે આવી છે. આ રોલ માટે શ્રેયસ તલપડેને કાસ્ટ કરવામાં આવ્યો છે. એટલે કે કંગનાની ઈમરજન્સીમાં અભિનેતા શ્રેયસ તલપડે અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે. શ્રેયસ તલપડેનો ફર્સ્ટ લૂક બુધવારે સામે આવ્યો છે.

ફિલ્મ ઈમરજન્સી માટે અટલ બિહારીની નાની ઉંમરની ઝલક બતાવવામાં આવી છે. ફર્સ્ટ લુક શેર કરતા કંગનાએ લખ્યું- એક સાચો રાષ્ટ્રવાદી, જેનો દેશ માટે પ્રેમ અને ગર્વ અનુકરણીય હતો, જે ઈમરજન્સી દરમિયાન ઉભરતા નેતા હતા.

Back to top button