ધર્મ

દિવાળી પછી આ 4 રાશિના જાતકોને થશે ધનનું નુકશાન.

બુધ રાશિએ 20 તારીખથી કન્યા રાશિમાં અસ્ત થઈ રહ્યા છે. એવામાં તેઓ 26 ઓકટોબરથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધ અહિયાં 19 નવેમ્બર સુધી રહેશે. અહિયાં તેઓ સુર્ય, શુક્ર અને કેતુ સાથે સંયોગ થશે. આ પરિસ્થિતિને લીધે 4 રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર થશે જેના લીધે તેમણે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ધનહાની થઈ શકે છે. આર્થિક સ્થિતિ વધુ ખરાબ પણ થઈ શકે છે.

વૃષભ : તુલા રાશિમાં બુધના ગોચરને કારણે વૃષભ રાશિના લોકોના ખર્ચમાં વધારો થશે, જેના કારણે તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. આ લોકોને ત્વચા અને ગળા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ઈજા થવાની પણ શક્યતા છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ વિરોધીઓથી સાવધાન રહેવું પડશે. દરેક પગલું ઉત્સાહથી ભરવાની જરૂર છે.

વ્રુશિક : બુધના રાશિ પરિવર્તનની અસર વૃશ્ચિક રાશિના લોકો પર નકારાત્મક રહેશે. આ લોકોને ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આવી સ્થિતિમાં પૈસા સંબંધિત લેવડ-દેવડ ન કરવી જરૂરી છે. નોકરી કરતા લોકોને ઓફિસ કે કાર્યસ્થળ પર વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

કુંભ : કુંભ રાશિના જાતકોને તુલા રાશિમાં કુંભ રાશિના પ્રવેશને કારણે પરેશાનીઓનો સામનો કરવો પડશે. ખર્ચમાં વધારો તણાવ આપી શકે છે. મહેનતનું અનુકૂળ પરિણામ નહીં મળે. પારિવારિક સંબંધો બગડી શકે છે. ખાસ કરીને ભાઈ-બહેન સાથે વિવાદ થઈ શકે છે. તેથી સાવચેત રહો.

મીન : મીન રાશિના જાતકોને બુધના ગોચરને કારણે પરેશાની ભોગવવી પડી શકે છે. તેથી તેઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. આંખો સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. માતાનું વિશેષ ધ્યાન રાખો, તેમનું સ્વાસ્થ્ય હળવું રહી શકે છે.

Back to top button