ધર્મ

આ બે રાશિના જાતકોને જીવનમાં બે વાર ભોગવવું પડે છે ખૂબ જ દુ:ખ…

જ્યોતિષ શાસ્ત્રને રહસ્યમય શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આમ તો તેને એક પ્રકારનું વિજ્ઞાન પણ કહી શકાય જે ગ્રહોના નિયમ પર કાર્ય કરે છે. જ્યોતિષશાસ્રના કેટલાક ચમત્કારોથી પ્રભાવિત લોકો માટે તેની કાર્ય કરવાની રીત સૌથી મોટું રહસ્ય છે. ગ્રહોની સ્થિતીનું આંકલન, તેનું વિશ્લેષણ કર્યા પછી કોઈપણ જાતકના જીવન સંબંધિત ભવિષ્યવાણી જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલા માટે જ તે વર્તમાન સમય અને ભવિષ્ય માટે સાચી સાબિત થાય છે. 
જ્યોતિષ વિદ્યા અનુસાર દરેક વ્યક્તિની કુંડલી અલગ અલગ હોય છે. કુંડલીના ગ્રહ અને તેની સ્થિતી પણ અલગ અલગ હોય છે તેથી જ સ્વાભાવિક છે કે દરેકનું જીવન પણ અલગ અલગ હોય છે. એક જ દિવસે, એક જ સ્થળે પણ અલગ સમય પર જન્મેલા લોકોનું જીવન એકસરખું હોતું નથી. કારણ કે તેમના જન્મના સમયમાં ફેરફાર થઈ ગયો હોય છે.  જન્મ સમયમાં થયેલા સેકન્ડના ફેરફારથી પણ વ્યક્તિનું જીવન બદલી જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર વિભિન્નતાઓથી ભરેલું છે પરંતુ તેમ છતાં તેના કેટલાક નિયમો એવા છે જે સામાન્ય હોય છે એટલે કે તે બધા લોકો પર નહીં પરંતુ ખાસ રાશિ સાથે જોડાયેલા લોકો પર જ લાગૂ પડે છે. તો ચાલો આજે રહસ્યમયી જ્યોતિષ શાસ્ત્રના એવા સિદ્ધાંતો અને નિયમ વિશે જાણીએ જે ખાસ પ્રકારના સમુદાય માટે એક સમાન છે.

મકર રાશિ
મકર રાશિ 12 રાશિમાંથી એકમાત્ર રાશિ એવી છે જેના જાતકો જીવનમાં બે વખત ભયંકર પતનનો શિકાર બને છે. આ રાશિના જાતકો જીવનમાં બે વખત સમૃદ્ધિથી દરિદ્રતા સુધી આવે છે.

મંગળ ગ્રહ
જે જાતકની કુંડળીમાં મંગળ ગ્રહ ચોથા ભાવમાં હોય તે જાતક હંમેશા પોતાના જીવનમાં હારેલા અનુભવ કરે છે. તેમનું જીવન ક્યારેય સ્થિર રહેતું નથી.  

મંગળ અને શુક્રની યુતિ
મંગળ અને શુક્રની યુતિ જો 6 ડિગ્રી સુધીની હોય તો જાતકના અનૈતિક યૌન સંબંધ વધે છે. આવા જાતકોનું જીવન તેના સંબંધોના કારણે કલંકિત બને છે.

મેષ લગ્ન
મેષ લગ્નના લોકો જીવનમાં ધૈર્ય રાખી શકતા નથી. તેઓ પોતાના જીવનમાં રાહ જોવા જેવા કામ કરી શકતા નથી. આ જાતકો ધીરજથી કામ લઈ શકતા નથી. અધિરતાના કારણે તેમને નુકસાન પણ સહન કરવું પડે છે.

લગ્નેશ શનિ
જે જાતકની કુંડળીમાં લગ્નેશ શનિ હોય છે તેમનું જીવન સંઘર્ષમય રહે છે. આવા જાતકોએ જીવનના અંત સુધી સંઘર્ષ સહન કરવો પડે છે. તેમને રોજગારી મેળવવા માટે પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે.

સાતમા ભાવનો સ્વામી બુધ
જે જાતકની કુંડળીમાં સાતમા ભાવનો સ્વામી બુધ હોય છે તેઓ પરોપકારી બને છે. એટલે કે આવા લોકો અન્યને મદદરૂપ થાય છે અને તેમની પ્રગતિનું કારણ બને છે.

Back to top button