ધર્મ

સૂતેલું નસીબ જગાડશે અને ધનને તમારા તરફ આકર્ષિત કરશે આ છોડ.

વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓનું વર્ણન કર્યું છે જેને કરવાથી ઘરમાં સુખ શાંતિ અને ધનનું આગમન થાય છે. ઝાડ અને છોડની વાત કરીએ તો તુલસી, શમી અને મની પ્લાન્ટને ખૂબ શુભ માનવામાં આવે છે. પણ આજે અમે તમને એક ચમત્કારિક છોડ વિષે જણાવી રહ્યા છે જએ સૌથી વધુ લાભદાયી છે. માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ધન તમારા ઘરમાં ખેંચાઇ આવે છે અને તમારું સૂતેલું નસીબ જાગી ઉઠે છે.

આ અદ્ભુત છોડનું નામ ક્રેસુલા પ્લાન્ટ છે. કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવતા જ પૈસા અને સકારાત્મક ઉર્જા આપોઆપ ઘર તરફ ખેંચાવા લાગે છે. તમારી અનુકૂળતા મુજબ તમે આ છોડને ઘર કે દુકાનમાં ગમે ત્યાં વાવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ક્રસુલા છોડને રોપતી વખતે આપણે કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જોઈએ. તે નિયમોનું પાલન કરવાથી આપણને આ છોડનો સંપૂર્ણ લાભ મળે છે. આવો જાણીએ આ છોડના નિયમો વિશે.

તમે ઘરની અંદર કે બહાર ગમે ત્યાં ક્રેસુલા પ્લાન્ટ લગાવી શકો છો. આ છોડને ઘરના મુખ્ય દરવાજાની જમણી તરફ લગાવવો શુભ માનવામાં આવે છે. તમે આ છોડને ઘરની બાલ્કનીમાં પણ લગાવી શકો છો. યોગ્ય દિશામાં છોડ લગાવવાથી ભાગ્ય ચમકે છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. ખાસ ધ્યાન રાખો કે આ છોડને દક્ષિણ દિશામાં લગાવવાનું ટાળો. આમ કરવાથી ધનની હાનિ થાય છે.

આ છોડને મની ટ્રી, લકી ટ્રી અથવા જેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો આ છોડને પોતાના ઘર-દુકાનમાં લગાવે છે, તેમનો બિઝનેસ અનેક ગણો આગળ વધે છે. માનવામાં આવે છે કે આ છોડ સંપત્તિને આકર્ષે છે. એવું માનવામાં આવે છે કે આ છોડ લગાવવાથી ગરીબી દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે. જે ઘરોમાં આ છોડ લગાવવામાં આવે છે, તેમને નોકરીમાં નવી તકો મળતી રહે છે.

Back to top button