ધર્મ

આવનાર મહિનામાં બની રહ્યા છે એવા સંયોગ કે જેની સીધી અસર થશે આ રાશિના જાતકો પર.

આવનાર મહિનામાં ગ્રહોની રાશિ પરિવર્તનના ખાસ યોગ સંયોગ બની રહ્યા છે. આ મહિનામાં બુધ ગ્રહ વક્રી થશે અને પછી થોડા જ સમય પછી સુર્ય અને શુક્રની પણ યુતિ થશે જેથી અમુક રાશિમાં બુધ, શુક્ર અને સુર્યની યુતિ થશે જે અમુક રાશિના જાતકોને લાભ અપાવશે તો અમુક રાશિના જાતકોને નુકશાન કરી શકશે. ચાલો તમને અહિયાં અમુક રાશિના જાતકો પર શું અસર થશે તે જણાવીએ.

મેષ : મેષ રાશિના જાતકો પર સુર્ય અને શુક્ર ગ્રહની આ યુતિ શુભ રહેશે. તમારા અટકેલાં પૈસા તમને મળશે અને તેના લીધે તમે પેન્ડિંગ કામ પૂરું કરી શકશો.

વૃષભ : આ રાશિના જાતકોએ થોડું સાવધાન થઈ જવાની જરૂરત છે. સુર્ય-શુક્ર ગ્રહની યુતિ તમારી પર નકારાત્મક પ્રભાવ નાખી શકે છે.

કર્ક : કર્ક રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. માન-સમ્માનમાં વધારો થશે. કોઈ પ્રસંગમાં હાજરી આપી શકશો. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે જેનો ફાયદો તમને ભવિષ્યમાં થશે.

સિંહ : સુર્ય-શુક્રની આ યુતિ સિંહ રાશિના જાતકો માટે નસીબના દ્વાર ખોલવાવાળું સાબિત થશે. લગ્ન જીવનમાં કોઈ મુશ્કેલી આવી શકે છે.

કન્યા : તમને લાભ મળવાના ચાન્સ મળશે. સરકારી નોકરી મેળવવા માટે સમય યોગ્ય રહેશે. ધનલાભના ઘણા ચાન્સ મળશે. વેપારીઓને કેટલીક નવી ડીલ થઈ શકે છે.

તુલા : તુલા રાશિના જાતકો માટે આ સમય મિશ્ર ભાવવાળો રહેશે. નોકરી કરતાં મિત્રોના જીવનમાં કેટલાક જરૂરી બદલાવ આવશે.

ધનુ : સુખની પ્રાપ્તિ થશે. સંકટનો સમયગાળો પૂરો થવાનો છે. નોકરીમાં તમને ઇચ્છિત લાભ મળશે. બનાવેલી યોજના પર કામ આગળ વધી શકે છે.

મકર : વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવશે. દલીલો થઈ શકે છે. ધનહાનિના સંકેતો છે.

કુંભ : કુંભ રાશિના જાતકોના કામમાં પ્રગતિ થશે. કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો છે તો તેમાં નિર્ણય તમારી તરફેણમાં રહેશે.

મીન : સુર્ય-શુક્રની આ યુતિ આ રાશિના જાતકો માટે મનગમતું મેળવવાનો સમય રહેશે. તમને ધનલાભ અને મનની શાંતિના ઘણા ચાન્સ મળશે.

Back to top button