આવનાર કેટલાક વર્ષો સુધી આ રાશિના જાતકોને નહીં હેરાન કરે શનિની પનોતી.

જ્યોતિષમાં શનિદેવને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવથી બધા જ ભયભીત હોય છે. શનિના અશુભ થવા પર જયા વ્યક્તિને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે તો શનિના શુભ થવા પર જીવનમાં સુખ-સમૃધ્ધિથી ભરાઈ જાય છે. શનિના શુભ પ્રભાવથી રંક પણ રાજા બની જાય છે. આ વખતે ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આવનાર સમય ખૂબ શુભ રહેશે. આ રાશિના જાતકો પર અમુક વર્ષ સુધી શનિનો અશુભ પ્રભાવ નહીં પડે.
2024 સુધી આ રાશિ માટે શનિ રહેશે શુભ.
જ્યોતિષ ગણના પ્રમાણે મેષ, વૃષભ, સિંહ અને કન્યા રાશિવાળા પર વર્ષ 2024 સુધી શનિની ખરાબ નજર નહીં પડે.
આ રાશિને રહેવું પડશે સાવધાન : આ સમય ધન. મકર અને કુંભ રાશિ માટે સાડા સાતી અને મિથુન, તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. આ રાશિઓએ આ સમયે ખૂબ સાવધાની રાખવાની જરૂરત છે. શનિ આવનાર વર્ષે પરિવર્તન કરશે પછી આ રાશિના જાતકોને શનિના પ્રકોપથી રાહત મળશે.
શનિના અશુભ પ્રભાવથી બચવા માટે કરો આ કામ.
દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. : હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી શનિનો અશુભ પ્રભાવ નથી પડતો. હનુમાનજીની કૃપા મેળવવા માટે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
શિવલિંગ પર જળ અર્પણ કરો : ભગવાન શિવની કૃપાથી શનિદેવના અશુભ પ્રભાવથી બચી શકાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દરરોજ શિવલિંગ પર જળ અર્પણ કરો.
શનિ ચાલીસા અને મંત્રનો જાપ કરો : શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિદેવના બીજ મંત્રનો જાપ કરો. શનિદેવની પૂજા અર્ચના કરવાથી શનિદેવના અશુભ પ્રભાવથી બચી શકાય છે.
આ મંત્રનો જાપ નિયમિત કરો : ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: