ધર્મ

વાસ્તુ પ્રમાણે બાથરૂમમાં આ રંગની ડોલ મૂકો અને પછી જુઓ ચમત્કાર.

આપણાં દેશમાં વાસ્તુને ખૂબ મહત્વ આપવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અમુક એવા રંગ હોય છે જેની આપણાં જીવન પર ઘણી અસર થાય છે. તેમાંથી અમુક રંગ એવા હોય છે જે આપણી માટે બહુ લકી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રંગ આપણાં જીવનમાં સારું પરિવર્તન લાવી શકે છે. આ રંગમાંથી એક રંગ છે વાદળી કે જેને આપણે બ્લ્યુ કહીએ છે. તે વ્યક્તિના જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. બ્લ્યુ રંગના ઉપયોગથી જીવનમાં આવનાર દરેક મુશ્કેલીઓ દૂર રહે છે.

ચાલો જાણીએ બ્લ્યુ રંગના ફાયદા:

1. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બ્લ્યુ રંગ ખૂબ શુભ હોય છે. એવું માનવામાં આવે છે કે આપણાં ઘરના બાથરૂમમાં ઘણા પ્રકારની ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. જે આપણાં જીવનમાં શુભ અશુભ બંને રીતે પ્રભાવિત કરતી હોય છે. નકારાત્મક ઉર્જાની શકતી અને પ્રભાવોને નષ્ટ કરવા માટે આપણે આપણાં બાથરૂમમાં બ્લ્યુ રંગની ડોલનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ સમૃધ્ધિ આવે છે. આ સાથે જ બાથરૂમમાંથી ઉત્પન્ન થતી અને રહેલ નકારાત્મકતાને પણ તે નષ્ટ કરે છે.

2. આ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં એપણ કહેવામાં આવ્યું છે કે તમે બાથરૂમમાં ડોલને ક્યારેય પણ ખાલી રાખશો નહીં. વાસ્તુ અનુસાર ડોલને હમેશા પાણીથી ભરેલી જ રાખો. આઆમ કરવાથી ઘરમાં ધન આગમનના સ્ત્રોત બની રહે છે.

3. વાસ્તુ પ્રમાણે બ્લ્યુ રંગ શનિ અને રાહુ ગ્રહના અશુભ પ્રભાવોથી પણ વ્યક્તિને દૂર રાખે છે. જો કોઈ વ્યક્તિને શનિની દશા કે પછી અમંગલ રાહુની દશા ચાલી રહી છે તો તેમણે બ્લ્યુ રંગનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે બ્લ્યુ રંગની ડોલ અને ડબલાનો ઉપયોગ કરવાથી રાહુ અને શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે. આ સિવાય એવા વ્યક્તિઓએ પોતાની સાથે બ્લ્યુ રંગનો રૂમાલ પણ રાખવો જોઈએ.

Back to top button