જાણવા જેવું

જો તમારે ઘરમાં ભોજનની અછત ન થવા દેવી હોય તો આ સરળ ઉપાય અપનાવીને ભોજનની કમીને તમે દૂર કરી શકો છો

હિન્દુ ધર્મમાં અન્નપૂર્ણા માતાને અનાજની દેવી માનવામાં આવે છે અને સાચા અર્થથી જો આપણે અન્નપૂર્ણા માતાની પૂજા કરીએ છીએ તો આપણા ઘરમાં ક્યારેય અનાજની કમી થવા દેતા નથી અને માતા અન્નપૂર્ણા ની કૃપા રહેવાથી આપણા ઘરમાં હંમેશા ભોજનનાં ભંડાર રહેલા જોવા મળે છે.

અમે તમને માતા અન્નપૂર્ણા દેવીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેથી કરીને તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી ન થાય.

તમારે અન્નપૂર્ણા દેવીને પ્રસન્ન કરવા હોય તો ગરીબોને ભોજનનું દાન કરવું જોઈએ તથા તેમને મહિનામાં એક વખત જમાડવા જોઈએ આમ કરવાથી આપણને ભગવાન વધારે આપે છે.

જો આપણે ઘરમાં પહેલી રોટલી ગાય માટે બનાવીએ છીએ તો તેનાથી અન્નપૂર્ણા દેવી હંમેશા ખુશ રહે છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કહેવામાં આવે છે કે આપણા ઘરમાં બનતી સૌથી પહેલી રોટલી આપણે ગાય માતાને ખવડાવીએ છીએ ત્યારે માતા અન્નપૂર્ણા હંમેશા આપણી ઉપર પ્રસન્ન રહે છે અને આપણા રસોડાને અનાજથી ભરપૂર રાખે છે.

હિંદુ શાસ્ત્રોમાં મહેમાનોને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમની સેવા કરવાથી વ્યક્તિ યોગ્યતા મેળવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે ઘરમાં મહેમાનોને ભોજન કરાવો છો, તો દેવી અન્નપૂર્ણા તમારા પર પ્રસન્ન થશે અને તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની કમી નહીં આવવા દે. અન્નપૂર્ણા દેવી પ્રસન્ન થાય છે જો તમે મહેમાનો અને સાધુઓ અથવા ઋષિઓને ભોજન અર્પણ કરો છો.

રસ્તામાં ફરતી કીડીઓને જો લોટ ખવડાવવામાં આવે તો પણ માતા અન્નપૂર્ણા દેવી હંમેશા પ્રસન્ન રહે છે તમારા ઘરમાં ક્યારેય પણ તેના કારણે અનાજની અછત રહેતી જોવા મળતી નથી. આમ કીડી તથા પશુ પક્ષીને ભોજન આપવાથી આપણને ખૂબ જ પુણ્ય મળે છે.

હિંદુ શાસ્ત્રોમાં મહિલાઓને દેવી,લક્ષ્મી અને અન્નપૂર્ણાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓનું સન્માન કરવામાં આવે છે અને તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવે છે, તે ઘરમાં માતા અન્નપૂર્ણા હંમેશા વાસ કરે છે અને અન્નપૂર્ણા દેવી ક્યારેય પણ તે ઘરમાં ભોજનની કમી નથી પડવા દેતા.

Back to top button