ભૂલથી પણ આવા પ્રકારની ગિફ્ટ કોઈને આપવી પણ નહીં અને ભૂલથી લેવી પણ નહીં.

તહેવારની સિઝન ચાલી રહી છે. એવામાં બધા જ લોકો એકબીજાને ગિફ્ટ આપશે એ બહુ સામાન્ય વાત છે. તમે પણ કોઈને ગિફ્ટ આપી રહ્યા હશો અને તમને પણ કોઈ જગ્યાથી ગિફ્ટ મળી રહી હશે. ગિફ્ટ એક એવી વસ્તુ છે જેને મળે એ બધા લગભગ ખુશ થઈ જતાં હોય છે. પણ તમને જણાવી દઈએ કે કેટલીક ગિફ્ટ એ પોતાની સાથે ઘરમાં નેગેટિવિટી લઈને આવતી હોય છે. આજના આ લેખમાં આપણે જોઈશું કે કેવી ગિફ્ટ આપણે સ્વીકારવી જોઈએ નહીં અને કેવી ગિફ્ટ આપણે કોઈને આપવી જોઈએ નહીં.
ધારદાર વસ્તુઓ : વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ તમને કાતર, છરી કે અન્ય કોઈ ધારદાર વસ્તુ ભેટમાં આપવાનો પ્રયત્ન કરે તો તેને નમ્રતાથી નકારવી જોઈએ. આવી તીક્ષ્ણ વસ્તુઓ ઘરની શાંતિ માટે સારી નથી અને તેમના આવવાથી પરિવારના સભ્યોમાં મતભેદ વધે છે. આ સાથે નાણાકીય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.
ડૂબતાં સુર્યનો ફોટો : આપણે ક્યારેય અસ્ત થતા સૂર્યની તસવીર કે પ્રતિમાને ભેટ તરીકે સ્વીકારવી જોઈએ નહીં. વાસ્તુશાસ્ત્રમાં અસ્ત થતા સૂર્યને નિરાશાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે પણ ઘરમાં ડૂબતા સૂરજની તસવીર લાવશો તો તમારું જીવન પરેશાની અને નિરાશાથી ભરાઈ જવામાં સમય નહીં લાગે. આવી સ્થિતિમાં, જો તમે તે ભેટ સ્વીકારો નહીં, તો તે તમારા માટે વધુ સારું રહેશે.
આવી વસ્તુઓ ગિફ્ટમાં લેવી નહીં : વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભેટ તરીકે કોઈની પાસેથી બેલ્ટ, રૂમાલ, ઘડિયાળ, પર્સ અથવા અન્ય ચામડાની વસ્તુઓ લેવી પણ યોગ્ય માનવામાં આવતી નથી. એવું માનવામાં આવે છે કે આ બધી વસ્તુઓ પરિવારના સભ્યોમાં ઈર્ષ્યા અને પરસ્પર નફરત પેદા કરે છે. આવી સ્થિતિમાં, કાં તો તમે આ ભેટો સ્વીકારશો નહીં. જો કોઈ તમને દબાણ કરે તો પણ તેને તમારા ઘરમાં રાખવાને બદલે બીજા લોકોને આપી દો. આમ કરવાથી તમારું ઘર નકારાત્મક ઉર્જાથી સુરક્ષિત રહી શકશે.
હિંસક જાનવરના ફોટો : ચિત્તા, વાઘ, સિંહ, વરુ, શિયાળ કે અન્ય હિંસક પ્રાણીની તસવીર કે પ્રતિમા ભેટમાં લેવી કે ભેટ આપવી એ શુભ માનવામાં આવતું નથી. કહેવાય છે કે આવી તસવીરોથી મનમાં હિંસાનો ભાવ વધે છે, જેનાથી પરિવારના સભ્યોમાં ગુસ્સો, ચીડિયાપણું અને હિંસાના કિસ્સાઓ વધે છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી આવા ચિત્રોના વ્યવહારને ટાળવું વધુ સારું છે.