જાણવા જેવું

કાગડો ચાંચ મારે તો આવી શકે છે મૃત્યુ, જુઓ ખરાબ સમય આવતા પહેલા ભગવાન કયા સંકેત આપે છે

સુખ અને દુઃખ વ્યક્તિના જીવનનો જ ભાગ છે ક્યારેક તેમના જીવનમાં ખૂબ જ ખુશી આવે છે અને ક્યારેય ઘણી બધી તકલીફ ક્યારેક ભાગ્ય સાથ આપે છે તો ક્યારેક દુર્ભાગ્ય પીછો છોડતું નથી ગરુડ પુરાણ અનુસાર ભગવાન આપણને સારા અને ખરાબ સમયના સંકેત પહેલાથી જ આપે છે, આજે અમે તમને ખરાબ સમય આવતા પહેલા મળનાર સંકેતો જણાવીશું તેને ઓળખીને તમે આવનાર જોખમ પ્રત્યે સતત રહી શકો.

ખરાબ સમય આવતા પહેલા મળે છે આ સંકેતો

1. ગરુડ પુરાણ અનુસાર જો તમારા ઘરમાં મુકેલ ગળી વસ્તુમાં અચાનકથી જ ઘણી બધી કીડીઓ આવી જાય છે તો તમારે સંભાળવું જોઈએ આ સંકેત છે કે તમારા જીવનમાં ખરાબ સમય આવવાનો છે, અને આ ખરાબ સમયને ટાળવા માટે કીડીઓને લોટ ખવડાવવો જોઈએ.

2. જો તમે તમારા બાથરૂમની ખૂબ જ સારી રીતે સાફ-સફાઈ રાખો છો ત્યારબાદ પણ તેમાંથી દુર્ગંધ આવે છે તો આ ખરાબ સમય આવવાનો સંકેત છે, આ જ રીતે ઘરમાં કાચબા વાસણોનું વારંવાર તૂટવું પણ સંકેત આપે છે કે તમારા ઘરમાં દુર્ભાગ્ય આવવાનું છે.

3. તમારા ઘરની આસપાસ કોઈ જાનવર અથવા તો પક્ષી વગેરેનું મૃત્યુ થઈ જાય છે, તો તેને અશુભ માનવામાં આવે છે, તેનો અર્થ છે કે તમારી ઘરે ખૂબ જ જલ્દી કોઈ મોટી તકલીફ આવવાની છે, તમારા પરિવારનું કોઈ સદસ્ય મોટી બીમારી અથવા તો હાદસા નો શિકાર થઈ શકે છે.

4. જો તમારા ઘરમાં વારંવાર દૂધ ઉકળતી વખતે ઉભરાઈ જાય છે તો તે ખરાબ સમય આવવાની ચેતવણી છે ઈશ્વર તમને ચેતવણી આપી રહ્યા છે કે આવનાર તોફાન માટે પોતાની તૈયાર કરો અને આ જ રીતે હાથમાંથી દૂધનું વાસણ જમીન ઉપર પડી જવું પણ અશુભ માનવામાં આવે છે.

5. ઘરમાં કોઈપણ મશીન ગાડી અથવા તો ઈલેક્ટ્રીક વસ્તુ અચાનકથી બંધ થઈ જાય તો તે ખરાબ સમયનો સંકેત છે. તેનો અર્થ છે કે તમારા ઘરમાં રૂપિયાની ખૂબ જ હાની થવાની છે, અને ખોટા ખર્ચા વધવાના છે આવા સંકેત મળવાથી રૂપિયા રોકાણ કરવાથી દૂર રહેવું જોઈએ.

6. જો તમારા ઘરમાં લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે તો ઘરમાં સાફ-સફાઈ કરવા છતાં પણ ગંદકી રહે છે પરિવારના લોકો પહેલા કરતા આળસુ થઈ ગયા છે,અને તમારા ઘરમાં બધાને ખરાબ સ્વપ્ના આવે છે, તો આ દરેક વસ્તુ આ વાતનો સંકેત છે કે માતા લક્ષ્મી તમારાથી રિસાઈ ગઈ છે અને તમને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

7. જો કોઈ કાગડો તમને ચાંચ મારે,કાળો કૂતરો કરડી જાય અથવા કાળી ગાય ટક્કર મારે તો તે અશુભ હોય છે આ ઘટના એ વાતનો સંકેત આપે છે કે તમારા સ્વાસ્થ્યને કોઈ નુકસાન થવાનું છે, અને આવી પરિસ્થિતિમાં તમારે શનિદેવના મંદિર જઈને સરસવનું તેલ તેમને અર્પિત કરવું જોઈએ

Back to top button