ધર્મ

વર્ષનું છેલ્લું ગ્રહણ આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન.

વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ 25 ઓકટોબરના થવાનું છે. આ દિવસે ગોવાર્ધન પૂજા પણ છે. આ સૂર્યગ્રહણ લગભગ 4 કલાક અને 3 મિનિટનું રહેશે. ગોવર્ધન પૂજાના દિવસે થવાવાળું આ ગ્રહણ દરેક 12 રાશિ પર અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અમુક રાશિ પર તેની શુભ અસર થશે. તો અમુક રાશિ એવી પણ છે જેની પર નકારાત્મક અસર થશે. ચાલો તમને જણાવી દઈએ કે કઈ રાશિ છે જેમણે સૂર્યગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઈએ.

વૃષભ : વૃષભ રાશિના જાતકોને આ સૂર્યગ્રહણ ખૂબ મુશ્કેલીઓ આપી શકે છે. આ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. એવામાં આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

મિથુન : મિથુન રાશિના જાતકો માટે આ સમય દરમિયાન યાત્રા કરવી જોખમકારક રહેશે. યાત્રા દરમિયાન સાવધાન રહેવાનું છે. નોકરી અને વેપારમાં પરિવર્તન થઈ શકે છે. આ પરિવર્તન તમારી માટે સારું રહેશે નહીં. એવામાં આ સમયએ કોઈપણ નિર્ણય ખૂબ સમજી વિચારીને કરવો. તમને આર્થિક નુકશાન થઈ શકે છે.

કન્યા : કન્યા રાશિના વ્યક્તિઓ માટે આ છેલ્લું સૂર્યગ્રહણ બહુ શુભ રહેશે નહીં. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જે મિત્રો વિદેશમાં જોડાયેલ વેપાર કરે છે તેમને અમુક મહત્વના નિર્ણય લેવા પડશે. આ દરમિયાન તમારા ખર્ચ વધી શકે છે. નાહકની અને વધારાની વસ્તુઓ પર ખર્ચ કરવો નહીં.

તુલા : જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તુલા રાશિના જાતકોને આ ગ્રહણ દરમિયાન સુર્ય તુલા રાશિમાં જ રહેશે તેના લીધે આ ગ્રહણની સૌથી વધુ અસર તુલા રાશિના જાતકો પર થશે. આ સમય દરમિયાન આર્થિક નુકશાન થઈ શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. હ્રદયના દર્દીઓએ સાવધાન રહેવાની જરૂરત છે.

વ્રુશિક : વ્રુશિક રાશિના જાતકો માટે પણ આ છેલ્લું સુર્ય ગ્રહણ શુભ રહેશે નહીં. તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. પૈસાનું નુકશાન પણ થઈ શકે છે. તમારી વાણી પર તમારો કાબૂ રહશે નહીં. ખોટી બોલચાલને લીધે નુકશાન થશે. પરિવારમાં તણાવ વધી શકે છે.

Back to top button