કયા દેવતાને કેવો દીવો કરવામાં આવે તો તેમની કૃપા મળે છે?

હિન્દુ ધર્મમાં બધા જ દેવતાઓનું પોતાનું જ મહત્વ છે. બધા જ દેવતાઓની પૂજા અને વિધિ અલગ અલગ હોય છે. કોઈપણ શુભ કામ કરતાં પહેલા દીવો કરવામાં આવે છે. ભગવાનની પૂજા કરવામાં દીવાનું ખૂબ મહત્વ છે. દીવો સકારત્મકતા અને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષઓ પ્રમાણે જે પ્રકારના દેવતાઓની પૂજાનું વિધાન પણ અલગ અલગ હોય છે. તે જ રીતે દરેક પ્રકારના દેવતાને દીવા પ્રગટાવવા માટેનું મહત્વ પણ અલગ અલગ હોય છે.
– ધાર્મિક માન્યતાઓ પ્રમાણે પ્રથમ પૂજનીય એવા દેવતા શ્રીગણેશની પૂજામાં ત્રણ દિવેટ વાળો ઘીનો દીવો કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ હમેશા માટે પરિવાર પર બની રહે છે.
– માન્યતા છે કે માતા લક્ષ્મીની પૂજામાં સાત મુખી દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને જાતકની બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે અને આર્થિક સ્થિતિ સધ્ધર થાય છે.
– માન્યતા પ્રમાણે હનુમાનજીની પૂજામાં ત્રણ ખૂણા વાળો દીવો કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી બધા જ પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. ઘરમાં પરિવારમાં સુખ-સમૃધ્ધિનો વાસ થાય છે.
– જ્યોતિષ અનુસાર ભગવાન સુર્યને સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ શુભ રહે છે. તેનાથી સુર્યની જેમ જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
– ભગવાન વિષ્ણુ એ પોતાના ભક્તો પર ખૂબ દયા કરતાં હોય છે. ભગવાન વિષ્ણુને સાત અથવા સોળ વાટનો દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ જ રીતે બે મુખી દીવો દુર્ગા માતાને પ્રસન્ન કરે છે. ભગવાન કાર્તિકેયની પૂજામાં હમેશા પંચમુખી દીવાનો ઉપયોગ કરવામાં આવે છે.
– શાસ્ત્રો પ્રમાણે દેવતાઓને ગાયના શુધ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. તો શનિદેવને તેલનો દીવો કરવો શુભ માનવામાં આવે છે. જ્યોતિષઓનું કહેવું છે કે ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જ ભગવાનને દીવો કરવો જોઈએ. તેનાથી વ્યક્તિ પર ભગવાનની કૃપા બની રહે છે અને બધા પ્રકારના સંકટ દૂર થાય છે.