જાણવા જેવું

ઘરમાં ઘોડાની નાળ રાખવાથી થઈ શકે છે ધનનો વરસાદ, આ જગ્યાએ મૂકો.

ઘોડાની નાળને ઘરમાં રાખવીએ સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે. આ નાળને ઘરમાં રાખવાથી જીવનની બધી જ સમસ્યા દૂર થઈ જાય છે. જો વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો ઘોડાની નાળને તમારા નસીબનો દરવાજો ખોલી શકે છે. ઘોડાની નાળને ઘરમાં રાખવાથી સુખ સમૃધ્ધિ ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં પોઝિટીવીટી પ્રવેશ કરે છે. ઘરમાં તમે પણ શાંતિ અને બીમારીઓને દૂર રાખવા માંગો છો તો ઘોડાની નાળને ઘરમાં જરૂર રાખો.

ઘોડાના પગમાં ઘોડાની નાળ પહેરવામાં આવે છે, જેનાથી તેમને ચાલવામાં અને દોડવામાં સરળતા રહે છે. તેથી જ તેને અંગ્રેજીમાં Horseshoe કહે છે. લોખંડની બનેલી આ વસ્તુને ઘોડાના પંજા વચ્ચે હથોડીની મદદથી નાખવામાં આવે છે. ઘોડાના નાળ બે પ્રકારના હોય છે. પહેલું U આકારનું છે અને બીજું ઊલટું U આકારનું છે.

ઘોડાની નાળ કયા લગાવવી જોઈએ.

ઘોડાની નાળને ઘરના દરવાજાની બહારની બાજુએ રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવે છે. ઘોડાની નાળ ઉત્તર-પશ્ચિમના દરવાજાની ચોકઠા પર રાખવી જોઈએ. જો કે, દરવાજાની ફ્રેમ પર U-આકારની ઘોડાની નાળ રાખો, પરંતુ જો તમે U-આકારની નાળ ઊંધી રાખી રહ્યા છો, તો તેના પર કાચ પણ મૂકવો જોઈએ.

વ્યવસાયમાં પ્રગતિ માટે, તમારા કાર્યસ્થળના દરવાજા પર U-આકારની ઘોડાની નાળ મૂકવી જોઈએ. ઘોડાની નાળ સફળતા લાવે છે. તેનાથી પૈસા આવતા રહે છે. દુકાનની બહાર કાળા ઘોડાની નાળ મૂકવાથી વેચાણ વધે છે.

જો તમારા ઘરની ખુશીઓ સરળતાથી નજર લાગે છે, તો ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ લગાવવી શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાળા ઘોડાની નાળ લગાવવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે. ઘોડાની નાળ લગાવવાથી પણ મેલીવિદ્યા કામ આવતી નથી.

Back to top button