ધર્મ

ધનતેરસ દેવી લક્ષ્મી સિવાય આ દેવતાઓની પણ કરવી જોઈએ પૂજા.

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થતી હોય છે. ધનતેરસનો તહેવાર ધનની દેવી માતા લક્ષ્મીની સાથ સાથે યમરાજ અને ભગવાન ધન્વંતરિના પૂજાનો પણ દિવસ હોય છે. મોટાભાગના લોકો આ દિવસે ફક્ત ખરીદી કરવી એવું જ માને છે અને દાગીના અને વાસણ ખરીદે છે. આ તો સાચું જ છે પણ જ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલ ભગવાન ધન્વંતરિની પૂજા અને યમરાજની પૂજા આ દિવસે નથી કરતાં તો આ તહેવાર અધૂરો ગણવામાં આવે છે.

ધનતેરસના દિવસે એશ્વર્યની દેવી માતા લક્ષ્મીના નિમિત્ત ચાંદીના વાસણ ખરીદે છે અને તેમને ઘરે લાવીને પૂજા કરવામાં આવે છે. આ સાથે પાંચ દેવતા શ્રીગણેશ, શંકર ભગવાન, માતા દુર્ગા, વિષ્ણુ ભગવાન અને સૂર્યદેવને ગંધ, પુષ્પ, ધૂપ અને નૈવેધથી પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે વસ્તુની ખરીદી કરવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી ઘરમાં કાયમી સ્થાયી કરવાનો દિવસ છે. ચાંદીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. એટલે ચાંદીણી વસ્તુ ખરીદવાનું વિષેશ મહત્વ છે. ચાંદી કરતાં વધુ સોનું પણ ખરીદી કરી શકાય છે.

ધનતેરસના દિવસે સંપૂર્ણ વિધિ વિધાનથી યમરાજની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાનું પણ ખૂબ મહત્વ છે. સાંજના સમયએ ઘરના મુખ્ય દરવાજા પર લોટથી ચાર મુખવાળો દીવો પ્રગટાવવાનો છે. ઘરના દક્ષિણ ભાગમાં દક્ષિણાભીમુખ થઈને દિપદાન કરવાનું છે. ધનતેરસના દિવસે યમરાજને પ્રસન્ન કરવા માટે યમુના નદીમાં સ્નાન પણ કરવામાં આવે છે.

યમુના સ્નાન કરીને દિપદાન કરવાવાળા વ્યક્તિઓનું ક્યારેય પણ અકાળ મૃત્યુ થતું નથી. જે લોકો યમુનાજીમાં સ્નાન નથી કરી શકતા તેઓ ઘરે જ યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરે. યમરાજ અને દેવી યમુના બંને સુર્યના સંતાન છે. આ કારણએ બંને ભાઈ બહેન વચ્ચે અગાધ પ્રેમ છે. યમિનાજીની આરાધના કરવાવાળા લોથી યમરાજ પ્રસન્ન રહે છે. ચિંતાથી મુક્તિ મળે છે એ પણ એક પ્રકારનું ધન જ છે. અતઃ અકાળ મૃત્યુ નિવારણ થવું પણ કોઈ મોટી સમૃધ્ધિથી ઓછું નથી.

Back to top button