ધર્મ

ધનતેરસ પર શનિદેવ થઈ રહ્યા છે માર્ગી, આ ત્રણ રાશિના જાતકો બનશે કરોડપતિ.

આ વર્ષે ધનતેરસ 25 ઓકટોબર છે, સંયોગ એવા છે કે આ દિવસે શનિ દેવ પોતાની ચાલ બદલી રહ્યા છે. તેઓ જુલાઇ મહિનામાં વક્રી થયા હતા પણ હવે 25 ઓકટોબરએ માર્ગી થઈ જશે. શનિદેવની આ બદલાતી ચાલથી ત્રણ રાશિના જાતકો પર અસર થશે. ધનતેરસના અવસર પર આ ત્રણ રાશિના જાતકોને ધનલાભ થશે. આ સાથે જ તેમનું નસીબ પલટી જશે.

મેષ : શનિદેવ ધનતેરસ પર માર્ગી થઈ રહ્યા છે. મેષ રાશિના જાતકો માટે આ ખૂબ મોટો ધનનો પ્રસંગ રહેશે. તેમને જોબની નવી ઓફર મળશે. જેઓ નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળી શકે છે. તમારા કામના વખાણ થશે. વેપારીઓ માટે શુભ સમય. કોઈ મોટી ડીલ ફાઇનલ કરી શકશો. શેર અને સટ્ટામાં કે લોટરીમાં પૈસા ઇન્વેસ્ટ કરી લાભ મેળવી શકશો. સમાજમાં તમારી નામના થશે. દુશ્મનો તમારી પ્રગતિથી જલન કરશે. મોજ શોખની વસ્તુ પર પૈસા ખર્ચ કરી શકશો.

તુલા : શનિદેવની આ સ્થિતિથી આ રાશિના જાતકોને ખૂબ લાભ થશે. નસીબનો સહકાર મળશે. જે પણ કામમાં તેઓ હાથ નાંખશે તેમાં તેમને સફળતા મળશે. મિત્રો અને સંબંધિત તમારા કામના વખાણ કરશે. જે લોકો તેમના લગ્નજીવનમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમને સારો જીવનસાથી મળશે. ઘરમાં શુભ કાર્ય થશે. કોર્ટ-કચેરીના મામલામાંથી છુટકારો મળશે. પ્રિયજનો સાથે પ્રેમ વધશે. પતિ-પત્ની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ રહેશે. જૂની દુશ્મનાવટનો અંત આવશે. દુશ્મનો પણ તમારું સન્માન કરવા લાગશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થશે. તમારી ફેન ફોલોઈંગ વધશે.

મીન : ધનતેરસ પર શનિદેવનો માર્ગ મીન રાશિના લોકોનું ભાગ્ય તેજસ્વી કરશે. કરિયર અને બિઝનેસમાં તમને મોટો ફાયદો થશે. તમારી માસિક આવકમાં વધારો થશે. પૈસા કમાવવાના ઘણા માધ્યમ ખુલશે. ઘરમાં સમૃદ્ધિ આવશે. જૂના ઉધાર આપેલા પૈસા પાછા મળશે. તમે નવું મકાન ખરીદી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. મા લક્ષ્મી તમારા પર કૃપા કરશે. શેર બજાર, લોટરીમાંથી પણ તમને ફાયદો મળશે. પ્રેમીઓ માટે સારો સમય. માતા પિતાને તમારા પર ગર્વ થશે.

Back to top button