જાણવા જેવું

ફટકડીનો આ એક ઉપાય કરવાથી તમારું દરેક દેવું થઈ જશે દૂર ખાતે કરવા માટે આ ઉપાયો અપનાવો

મોટાભાગના ઘરોમાં લોકો પાણી સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરતા હોય છે અને ઘણા બધા લોકો હેલ્થ તથા બ્યુટી માટે પણ ફટકડીનો ઉપયોગ કરતા જ હોય છે તેમજ દાંતની સમસ્યા તથા મોઢા ઉપર જો કરચલી થઈ ગઈ હોય તો તેનામાંથી મુક્તિ મેળવવા માટે પણ લોકો ફટકડીનો ઉપયોગ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્રમાં પણ ફટકડીને અત્યંત મહત્વ આપ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફટકડીના અમુક ઉપાય કરવાથી આપણી ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકાય છે તથા જીવનમાં સુખ શાંતિ અને સકારાત્મકતા પણ લાવી શકાય છે.

દેવામાંથી મુક્તિ

જો તમે દેવાથી ખૂબ જ પરેશાન થઈ ગયા છો તો અને તેનાથી મુક્તિ મેળવવા માંગો છો તો તેની માટે પાનના પત્તા ફટકડી તથા સિંદૂર લેવું જોઈએ અને બુધવારના દિવસે પાનના પત્તામાં ફટકડી તથા સિંદૂર લગાવ્યા બાદ આ પાનને દોરા વડે બાંધો અને નજીકના પીપળાના ઝાડ પાસે જઈને તેને મુળિયામાં દબાવી દો આમ સતત ત્રણ બુધવાર કરવાથી દેવા માંથી મુક્તિ મળે છે.

વાસ્તુદોષ માંથી મુક્તિ

જો તમારા ઘરમાં વાસ્તુદોષ છે તો તમારા દરેક થતા કાર્ય પણ અટકી જતા હશે અને વાસ્તુદોષના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા પણ આવતી હોય છે તેને દૂર કરવા માટે ઘરમાં ફટકડીના ટુકડા મુકવા જોઈએ આમ ફટકડી ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવાનું કાર્ય કરે છે અને ઘરમાં સકારાત્મકતા લાવે છે.

વૈવાહીક જીવનમાં સુધારો લાવે

લગ્ન જીવનમાં જો કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો તમે ફટકડીની મદદ લઈ શકો છો તેની માટે લાલ રંગના કપડામાં ફટકડીના ટુકડા મૂકો અને આ કપડાને બાથરૂમમાં કોઈ જગ્યાએ લટકાવો આમ કરવાથી ઘર તથા દંપત્તિની વચ્ચે નકારાત્મક ઊર્જા રહેલો હશે તે દૂર થઈ જશે અને સંબંધોમાં મીઠાશ આવી જશે.

ખરાબ સપનાથી દૂર રાખે

જો તમને કોઈ પણ પ્રકારના રાત્રે ખરાબ સપના આવે છે તો તેની માટે તમારે જાંબલી રંગના કપડા ની અંદર ફટકડીના ટુકડા મૂકો અને સુતા પહેલા તમારા ઓશિકા નીચે મુકવા આમ કરવાથી તમને ખરાબ સપના આવશે નહીં.

સ્વાસ્થ્યમાં સુધારો લાવે જે લોકો પોતાના ઘરમાં વારંવાર બીમાર થઈ જતા હોય તેમને પીડા અથવા તો લાલ રંગના કપડામાં ફટકડીના ટુકડા મુકવા જોઈએ અને ત્યારબાદ જે વ્યક્તિ બીમાર છે તેમના રૂમમાં પથારીની આસપાસ મૂકવાથી બીમાર વ્યક્તિ ધીમે ધીમે સાજો થવા લાગશે

Back to top button