ધર્મ

દેશની સૌથી પવિત્ર ગંગા નદીનો જન્મ કેવી રીતે થયો? જાણો તેની પાછળનો ઈતિહાસ

ગંગા નદી આપણા દેશની સૌથી પવિત્ર નદી છે. લોકો ગંગાને “ગંગા માતા”, “ગંગા મૈયા” વગેરે નામથી બોલાવે છે. આપણા ભારત વર્ષમાં ગંગાના પ્રતિ લોકોના મનમાં બહુ શ્રદ્ધા છે,  લોકો ગંગાને ભગવાનની જેમ પૂજનીય માને છે. લોકો ગંગાના જળને પોતાના ઘરમાં રાખે છે અને દરેક પવિત્ર કાર્યમાં ગંગા જળનો પ્રયોગ કરે છે. ગંગાનું પાણી એટલું પવિત્ર છે કે વર્ષો  સુધી રાખવામાં આવે તો પણ તે ખરાબ નથી થતું.

ગંગા નદીનો ઈતિહાસ બહુ જુનો છે. ગંગા સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ પણ છે. જેમાંથી એક પૌરાણિક કથા આજે અમે તમારી સાથે શેર કરીશું-

કેવી રીતે ગંગાનો જન્મ થયો (રાજા બલિવી કહાની)-

રાજા બલિ બહુ જ પરાક્રમી હતા. એવુ માનવામાં આવે છે કે રાજા બલિ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. રાજા બલિ બહુ શક્તિશાળી હતા અને એક વખત તેમને સ્વર્ગના રાજા ઈન્દ્રને  યુદ્ધ માટે પડકાર આપ્યો. રાજા બલિની મોટી સેના અને પરાક્રમ જોઈને ઈન્દ્ર દેવતા વિચલિત થઈ ગયા, તેમના મનમાં ડર હતો કે ક્યાક રાજા બલિ સ્વર્ગનું રાજ્ય ન પડાવી લે.

આવું વિચારીને ઈન્દ્ર દેવતા ભગવાન વિષ્ણુની પાસે મદદ માંગવા જાય છે. પણ ત્યારે ભગવાન વિષ્ણુએ એક વામન બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યુ. તે સમયે રાજા બલિ પોતાના રાજ્યની સમૃદ્ધિ  માટે એક યજ્ઞ કરી રહ્યા હતા. ભગવાન વિષ્ણુ વામન બ્રાહ્મણના વેશમાં બલિની પાસે પહોંચ્યા અને બલિ પાસેથી દાન માંગયુ. જો કે રાજા બલિને ખબર હતી કે સાક્ષાત ભગવાન વિષ્ણુ  વામનના વેષમાં મારા દ્વાર પર આવ્યા છે પરંતુ બલિ પોતાના દ્વારથી કોઈ પણ બ્રાહ્મણને ખાલી હાથે નથી જવા દેતો અને તે ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો.

ત્યારે વામન બ્રાહ્મણએ રાજા બલિ પાસેથી ત્રણ પગલા માંગ્યા. રાજા બલિ તૈયાર થઈ ગયા. જ્યારે વામન બ્રાહ્મણે પોતાનો પહેલું પગલું ઉઠાવીને જમની પર રાખ્યું તો તેમનો પગ એટલો વિશાળ થઈ ગયો કે તેમને સમગ્ર ધરતી માપી લીધી. બીજા કદમમાં ભગવાન વિષ્ણુ રૂપી બ્રાહ્મણે પૂરા આકાશને માપી લીધું. જ્યારે વામન બ્રાહ્મણએ બલિને પૂછ્યુ કે ત્રીજો કદમ ક્યા રાખું. ત્યારે રાજા બલિએ પોતાનું માથું નીચે રાખીને કહ્યું કે ભગવાન તમે ત્રીજો પગ મારા માથા પર રાખી દો. જેવો વામન બ્રાહ્મણએ બલિના માથા પર પગ રાખે છે, બલિ જમીનની અંદર પાતાળ લોકમાં સમાય જાય છે જ્યાં અસુરોનું શાસન હતું.

માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ આકાશને માપવા માટે પગ ઉઠાવ્યો ત્યારે તે સમયે સાક્ષાત બ્રહૃમાજીએ આકાશમાં તેમના પગ ધોયા અને વિશાળ પગ ધોઈને બધુ જળ કમન્ડલમાં એકત્રિત કરી દીધું. આ જળને ગંગાનું નામ આપવામાં આવ્યું અને એટલા માટે ગંગાને બ્રહૃમાજીની પુત્રી પણ કહેવામાં આવે છે.

Back to top button