ધર્મ

ઘરમાં આમાંથી કોઈપણ એક વસ્તુ હશે તો નકારાત્મકતા તમારાથી રહેશે ખૂબ દૂર

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં રહેલ કોઈપણ એક વસ્તુ એ સકારાત્મક કે પછી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરતી હોય છે. આ ઉર્જાની અસર વ્યક્તિના જીવન પર થાય છે. ઘણીવાર નકારાત્મક ઉર્જાને લીધે પણ કામ બનતા નથી. તમને પ્રમોશનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે.

આટલું જ નહીં પણ નકારાત્મક ઉર્જાને લીધે વ્યક્તિના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. ઘરમાં રહેલ વાસ્તુ દોષને દૂર કરવા માટે અમુક વસ્તુને ઘરમાં યોગ્ય જગ્યાએ મૂકવાથી સફળતા મળે છે. ચાલો તમને જણાવી દઈએ કે કઈ છે આ વસ્તુઓ.

નારિયળ : વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે એક આંખ વાળું નારિયળ હોય છે જેને ઘરમાં રાખવામાં આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. આ નારિયળ શુભ અને સુખનું પ્રતિક માનવામાં આવે છે. એક આંખવાળા નારિયળને લાવો અને તેને સિંદુર લગાવી દેવું અને પછી લાલ રંગના કપડાંમાં બંધીને પૂજા કરવાની જગ્યાએ સ્થાયી રૂપે મૂકવું આ પછી દરરોજ તેની પૂજા કરવી.

શાલિગ્રામ : શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. આ જ કારણએ શાલિગ્રામને ઘરમાં રાખવું એ ખૂબ શુભ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે શાલિગ્રામ કાળા રંગનો અને લીસો અને અંડાકાર હોય છે. માનવામાં આવે છે કે જએ ઘરમાં શાલિગ્રામની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં ક્યારેય પણ કોઈપણ વાસ્તુદોષ રહેતો નથી આ સિવાય બધી જ બાધાઓ દૂર થઈ જાય છે.

પારદ શિવલિંગ : ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવાની સાથે સાથે પારદ શિવલિંગની સ્થાપનાથી ઘરમાં ખુશીઓ આવે છે. આની માટે તમારે ઘરમાં પારદ શિવલિંગને લાવવું જોઈએ. આ સાથે દરરોજ આ શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા તમને મળશે.

હરિદ્રાથી બનેલ ગણપતિ : હરિદ્રા એક પ્રકારનો છોડ છે. એવું માનવામાં આવે છે કે આ છોડના મૂળમાં ભગવાન ગણેશનો વાસ છે. આથી ગણપતિજીને હરિદ્રાના મૂળ કે ઝાડમાંથી ઘર કે ઓફિસમાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે.

આ સાથે તમારા ઘરમાં કોઈ જૂની તૂટેલી અને નકામી વસ્તુઓ હોય તો તેને કાઢી નાખવી. તેના લીધે પણ ઘરમાં ગરીબી સ્થાયી રહે છે.

Back to top button