ધર્મ

ઘરમાં આ જગ્યાએ મૂકી દો કામધેનુ ગાયની મૂર્તિ, ઘરમાં થશે સુખ, શાંતિ અને સમૃધ્ધિ

ઘરને સજાવવા માટે આપણે ઘરમાં ઘણા બધા શો પીસ અને બીજું ઘણું બધુ વાપરતા હોઈએ છે. વસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં સજાવટમાં વપરાતી વસ્તુઓને વ્યક્તિના જીવન સાથે જોડીને જોવામાં આવે છે. ઘરમાં કે પછી કામ કરવાની જગ્યાએ મૂકવામાં આવેલ અમુક વસ્તુઓ તમારા પર નકારાત્મક અસર કરી શકે છે.

વાસ્તુમાં એવી કેટલીક ખાસ વસ્તુઓ છે જેને તમે ઘરે રાખીને કે નોકરીના સ્થાન પર રાખીને ધનવાન થઈ શકો છો. આવી જ એક વાસ્તુ છે કામધેનુ ગાયની મૂર્તિ. વાસ્તુ પ્રમાણે કામધેનુ ગાયની મૂર્તિને ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે યોગ્ય દિશામાં આ કામધેનુ ગાયની મૂર્તિ રાખવવાથી ઘરમાં સુખ, સમૃધ્ધિ અને વૈભવ આવે છે. આ સાથે પરિવારમાં ખુશીઓ બની રહે છે.

1. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો તમે કામધેનુ ગાયની મૂર્તિ ઘરે રાખો છો તો તેને ઇશાન કોણ એટલે કે પૂર્વોત્તર દિશામાં લગાવો. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આ દિશામાં દેવી દેવતાનો વાસ હોય છે. આ જગ્યાને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિશામાં ગાયની મૂર્તિ રાખવી શુભ રહેશે.

2. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કામધેનુ ગાયની મૂર્તિને તમે પૂજા રૂમમાં કે પૂજા કરવાની જગ્યાએ પ મૂકી શકો છો. આ સિવાય તમે તમારા ઘરમાં મુખ્ય દરવાજા પર પણ આ મૂર્તિની સ્થાપના કરી શકો છો.

3. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કામધેનુ ગાયની મૂર્તિ કોઈપણ ધાતુની લાવીને સ્થાપી શકો છો. જો તમે ધાતુની મૂર્તિ નથી રાખી શકતા તો સામાન્ય કામધેનુનો ફોટો પણ કે ચિત્ર લગાવી શકો છો.

4. માન્યતા છે કે કામધેનુ ગાયની કૃપા જેના પર બની રહે છે તેના ઘરમાં ક્યારેય આર્થિક સંકટ આવતું નથી. વાસ્તુ પ્રમાણે કામધેનુ ગાયમાં માતા દુર્ગા, માતા લક્ષ્મી અને દેવી સરસ્વતીના ગુણ હાજર હોય છે. એવામાં કામધેનુ ગાયનો ફોટો લગાવવાથી પણ ઘણા લાભ થાય છે.

Back to top button