ધર્મ

નવરાત્રી દરમિયાન ઘરમાં આમાંથી એક છોડ ઘરે લાવવો રહેશે ખૂબ, માતજી થશે પ્રસન્ન.

નવરાત્રી હિન્દુ ધર્મના બધા પવિત્ર તહેવારમાંથી એક છે. આ વખતે આ નવરાત્રી 26 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થઈ રહી છે. આ 5 ઓકટોબર બુધવાર સુધી ચાલશે. એવામાં આ 9 દિવસો સઉદી દરેક વ્યક્તિ માતાજીને પ્રસન્ન કરવાના ભરપૂર પ્રયત્ન કરશે. કહેવાય છે કે નવરાત્રીમાં કોઈપણ માંગલિક કામ કે પછી નવા કામની શરૂઆત કરવી એ ખૂબ શુભ મનાય છે. એવામાં જો તમે ઘરમાં કેટલાક ખાસ છોડ લગાવો છો તો તેનાથી ખૂબ લાભ થશે.

કેળાં : હિન્દુ ધર્મમાં કેળા અને તેના છોડનું ઘણું મહત્વ છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે. ભગવાનને પ્રસાદ તરીકે પણ કેળાં ધરાવવામાં આવતા હોય છે. તો પૂજા પાઠમાં પણ આપણે કેળાંના પાનનો ઉપયોગ કરીએ છે. કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. જો નવરાત્રી દરમિયાન ઘરમાં આ છોડ લગાવવામાં આવે છે તો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

તુલસી : તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે તેનું કેટલું મહત્વ છે તે આપણે બધા જાણીએ જ છીએ. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીનું ખૂબ મહત્વ છે. કહેવાય છે કે આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ છોડને નવરાત્રીમાં ઘરમાં વાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલ પૈસાની બધી સમસ્યા દૂર થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આવે છે.

પારિજાત : નવરાત્રીમાં પારિજાતનો છોડ લગાવવો પણ ફાયદાકારક છે. તે તમને ઘણા શુભ પરિણામ આપે છે. નવરાત્રિમાં આ છોડને ઘરે લાવવાથી વિવાહિત જીવન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. બીજી તરફ જે વ્યક્તિના લગ્ન નથી થતા તેમણે આ છોડમાં નવ દિવસ સુધી લાલ રંગના કપડાં પહેરવા જોઈએ અને સવારે તેને પાણી ચઢાવવું જોઈએ. આ સિવાય આ છોડ તમને ધન લાભ પણ આપે છે.

શંખ પુષ્પી : આ છોડનો ઉપયોગ મોટાભાગે જડી બુટ્ટી બનાવવા માટે કરવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે આ છોડ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ઘરમાં તેને વાવવાથી ખૂબ શુભ ફળ મળે છે. જ્યારે તમે આ છોડને નવરાત્રી દરમિયાન ઘરમાં લાવો છો તો તેના મૂળનો એક ટુકડો ચાંદીના બોક્સમાં મૂકી દો. તેનાથી તમારી પૈસા સંબંધિત સમસ્યા દૂર થઈ જશે.

Back to top button