ધર્મ

ગુરુવારના દિવસે કરો આ ઉપાય, દૂર થશે જીવનની મોટાભાગની સમસ્યા.

જે વ્યક્તિના જીવનમાં ચાલી રહી છે ઘણીબધી તકલીફ તેણે સતત 6 મહિના સુધી દર ગુરુવારે અમુક ઉપાય કરવા જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ જાતક પર કૃપા કરે છે અને તેના જીવનના બધા દુખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આ દિવસે અમુક કામ કરવાથી જાતકની મનોકામના પણ ખૂબ જલ્દી પૂરી થાય છે. ચાલો જાણી લઈએ કે ગુરુવારના દિવસે શું કરવું જોઈએ.

1. વિષ્ણુ સહસ્ત્રનામના જાપ કરો : સવારે સ્નાન અને બીજું કામ પૂરું કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને એક જ બેઠક પર બેસીને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. આ દરમિયાન તમારી સામે હમેશા ઘીનો દીવો કરવો. આમાં ભગવાનના 1 હજાર નામ જણાવેલ છે. તેનો જાપ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે.

2. સંતાન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય : જો તમે બાળકની આશા રાખો છો તો ગુરુવાર અને અગિયારસના દિવસે અહિયાં નીચે આપેલ મંત્રના જાપ કરો. સંતાન સાથે જોડાયેલ કોઈ સમસ્યા છે તો પણ તમે આ જાપ કરી શકો છો તેને ઓછામાં ઓછી 11 માળા કરો.

ऊं देवकी सुत गोविंद वासुदेव जगत्पते।
देहि मे तनयं कृष्ण त्वामहं शरणं गत:।।

3. ધનલાભ ઈચ્છો છો તો આ ઉપાય કરો : જો તમને ધનની ઈચ્છા છે તો ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાન સાથે માતા લક્ષ્મીની પૂજા કરો અને બંનેની મૂર્તિ પર ગાયના દૂધથી અભિષેક કરો. આ સાથે તમે નીચે આપેલ મંત્રનો જાપ કરી શકો છો. આ ઉપાયથી તમને જલ્દી જ ધનલાભ થશે.

पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्।

4. પીળા કપડાં પહેરો અને પીળા ફ્રૂટનો પ્રસાદ કરો : ભગવાન વિષ્ણુને હમેશા પીળા કપડાં જ અર્પિત કરો. આ સાથે તેમને પીળા રંગના ફ્રૂટ જ તમે ધરાવો. આ પછી આ ફ્રૂટ ગરીબ લોકોમાં વહેંચી દેવ. આઆમ કરવાથી તમને ગુરુ ગ્રહ પાસેથી સારું ફળ મળશે. આ પછી તમે લગ્ન જીવનમાં સુખ સમૃધ્ધિ પણ મેળવશો.

Back to top button