ધર્મ

કઈ રાશિના જાતકો માટે કઈ રાશિના જાતકો સાથે લગ્ન કરવા રહેશે શુભ

લગ્ન સંબંધને લઈને વડીલો અને વૃધ્ધો પાસેથી આપણે અવારનવાર સાંભળતા આવ્યા છીએ કે જોડી તો ઉપરથી બનીને આવે છે અને તેમને તો ધરતી પર ફક્ત મળવાનું જ હોય છે. સાથે જ જે વ્યક્તિ સાથે તમારું લગ્ન થાય છે તેણી સાથે તમારા સંબંધ એ ફક્ત આ જન્મ માટે જ નહીં પણ આવનાર સાત જન્મ માટે બંધાઈ જાય છે.

પણ ઘણીવાર એવું થાય છે કે લગ્ન જીવનમાં એટલા મતભેદ અને સંબંધમાં એટલી કડવાશ આવી જતી હોય છે કે આ સંબંધ સાત જન્મ નહીં પણ એક જન્મ પણ ટકી શકતા નથી. એટલા માટે જ્યોતિષ હમેશા જ જીવનસાથી એવી રાશિને મળવા પર ફોર્સ કરે છે. પછી તે લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ.

જો તમે શત્રુ રાશિ કે પછી વિપરીત રાશિના જાતક સાથે લગ્ન કરી લો છો તો તમારું વૈવાહિક જીવન બરબાદ થઈ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કઈ રાશિના જાતકોએ કઈ રાશિના જાતકો સાથે કરવા જોઈએ લગ્ન આઆમ કરવાથી સંબંધમાં ક્યારેય નહીં આવે તણાવ.

મેષ : આ રાશિના જાતકો માટે તુલા રાશિના જાતકોને જીવનસાથી તરીકે પસંદ કરવા પરફેક્ટ રહેશે. વૃષભ : આ રાશિના જાતકો માટે વ્રુશિક રાશિ સૌથી શુભ અને લકી માનવામાં આવે છે.

મિથુન : આ રાશિના જાતકો માટે વૃષભ, તુલા અને સિંહ રાશિના પાર્ટનર પસંદ કરવા સૌથી શુભ રહેશે.કર્ક : આ રાશિના જાતકો માટે સિંહ, મેષ અને ધન રાશિના જાતકોને જીવનસાથી બનાવવા સૌથી બેસ્ટ રહશે.
સિંહ : આ રાશિના જાતકો માટે કર્ક, મેષ, વ્રુશિક, ધન અને મીન રાશિને જીવનસાથી બનાવી શકે છે તેમનું જીવન શાંતિપૂર્ણ રહે છે.

કન્યા : આ રાશિના જાતકો માટે વૃષભ રાશિના જાતકો સૌથી બેસ્ટ જીવનસાથી સાબિત થાય છે.તુલા : આ રાશિના જાતકો માટે મેષ, મિથુન, કન્યા અને મકર રાશિના જાતકો ખૂબ શુભ રહેશે.

વ્રુશિક : આ રાશિના જાતકોનું વૈવાહિક જીવન વૃષભ, ધન અને મીન રાશિના જાતકો સાથે સફળ રહેશે.ધન : સિંહ અને મેષ રાશિના જીવનસાથી સાથે જીવન સફળ અને સુખી પસાર થશે.

મકર : મકર રાશિના જાતકો માટે કુંભ રાશિના જાતકો સાથે લગ્ન કરવા યોગ્ય રહેશે.કુંભ : સિંહ અને વૃષભ રાશિના જાતકો આ રાશિ માટે સૌથી બેસ્ટ રહશે. જીવનમાં ખૂબ સફળતા મળશે.
મીન : મીન રાશિના જાતકો માટે મેષ અને વ્રુશિક રાશિના જીવનસાથી વધુ સારા અને યોગ્ય સાબિત થશે.

Back to top button