ધર્મ

કારતક મહિનામાં આ વાતોનું ધ્યાન રાખજો, આ કામ કરજો અને આ કામ ભૂલથી પણ ના કરતાં.

સ્કંધ પુરાણમાં કારતક મહિનાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં લખેલ છે કે જે રીતે સતયુગ દરમિયાન કોઈ શ્રેષ્ઠ યુગ નથી, ગંગાની જેવુ કોઈ તીર્થ નથી અને વેદો જેવા કોઈ શાસ્ત્રો નથી, બસ એ જ રીતે કારતક મહિના જેવો કોઈ પવિત્ર મહિનો નથી. આ મહિનામાં કરવામાં આવેલ વ્રત, પૂજામ મંત્ર અને દાનથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. જો વ્યક્તિ આ મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને આખો મહિનો દીવો કરે છે તેમના બધા પાપનો નાશ થઈ જાય છે.

કારતક મહિનામાં આ કામ જરૂર કરજો.

– કારતક મહિનામાં આખા મહિના દરમિયાન બ્રહ્મ મુહૂરતમાં ઊઠવું જોઈએ. આ પછી કોઈ પવિત્ર નદી કે ઘરમાં નાહવાના પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઈએ.
– આ આખો મહિનો તુલસી પાસે દરરોજ સાંજે દીવો કરવો જોઈએ.
– આ સિવાય આ મહિને દિપદાનનું પણ મહત્વ હોય છે. કોઈ નદી કે તળાવમાં લોટનો દીવો પ્રગટાવીને પધરાવવો જોઈએ.
– કારતક મહિનામાં ભગવત ગીતાનો પાઠ કરવો જોઈએ.
– આ મહિને તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે આ મહિને ભગવાન વિષ્ણુ યોગનિંદ્રાથી જાગૃત થાય છે અને સૌથી પહેલા તુલસીજીને જ બોલાવે છે.
– બની શકે તો કારતક મહિનામાં જમીન પર જ સૂવું. માન્યતા છે કે આનાથી મનમાં પવિત્ર વિચાર આવે છે.
– કારતક મહિનામાં દંપત્તિએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

કારતક મહિનામાં ભૂલથી પણ આ કામ કરશો નહીં.

– કારતક મહિનામાં માંસાહાર ભોજન અને મદિરાનું સેવન કરવું જોઈએ નહીં.
– આ મહિને કેટલીક શાકાહારી વસ્તુઓ જેવી કે રીંગણ, જીરા, દહી અને કરેલાનું સેવન પણ કરવું જોઈએ નહીં.
– કારતક મહિનામાં શરીર પર તેલ લગાવવું જોઈએ નહીં. તમે ફક્ત કાળી ચૌદસના દિવસે જ તેલ લગાવી શકો છો.
– આ મહિનામાં દ્રીદલન જેવા કે અડદ, મગ, મસૂર, વટાણા, ચણા અને રાઈ વગેરે ખાવું જોઈએ નહીં.

Back to top button