ધર્મ

કારતક મહિનામાં દરેક વ્યક્તિએ કરવું જોઈએ આ કામ, મળશે સુખ, શાંતિ અને સમૃધ્ધિ.

કારતક મહિનામાં ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી, યમદેવ અને પીપળાના વૃક્ષ સામે દીવો કરવો જોઈએ. આઆમ કરવાથી બધા પ્રકારના સંકટથી મુક્તિ મળે છે. આ સાથે જ ઘરમાં સુખ અને શાંતિ બની રહે છે. આ સિવાય જે પણ મિત્રો નદીમાં દિપ પ્રવાહિત કરે છે તેમને મોક્ષ મળે છે.

કારતક મહિનામાં લક્ષ્મી સ્ત્રોત, કનકધારા સ્ત્રોત અથવા તો વિષ્ણુ સ્ત્રોતનો પાઠ કરવો ખૂબ શુભ મનાય છે. આમ કરવાથી દેહ ત્યાગ પછી ઉત્તમ સ્થાન મળે છે અને જ્યારે ધરતી પર રહીએ છીએ તો પણ સમૃધ્ધિ અને સુખ મળે છે. કારતક મહિનાના નિયમનું પાલન કરવાથી પુનર્જન્મ લઈએ છે તો તેને ઉત્તમ કુળ પરિવારમાં સ્થાન મળે છે અને સુખમાં જીવન પસાર કરે છે.

કારતક મહિનામાં સવારે અને સાંજે તુલસીના મૂળમાં પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને ચઢાવવું જોઈએ. અને તુલસી પાસે સાફ સફાઇ રાખવી જોઈએ. તુલસી પાસે સવારે અને સાંજે ઘીનો દીવો કરવો જોઈએ. ભગવાન વિષ્ણુને જે પણ પ્રસાદ ધરાવો તેમાં તુલસી જરૂર મૂકો. તેના વગર વિષ્ણુ ભગવાન પ્રસાદ ક્યારેય સ્વીકાર કરશે નહીં.

કારતક મહિનામાં નિયમિત ભગવાન વિષ્ણુને તલ અર્પણ કરો. આઆમ તો આખું વર્ષ તલ અર્પણ કરવા જોઈએ એ ખૂબ સારું રહેશે. આઆમ ના કરી શકો તો કારતક મહિનામાં તલ અર્પણ કરવા જોઈએ. આઆમ કરવાથી અજાણ્યાંમાં થયેલ પાપથી મુક્તિ મળે છે.

કારતક મહિનામાં નિયમિત તુલસીને જળ અપર્ણ કરવું જોઈએ અને તુલસીની પૂજા કરો છો તો તેની માટી લઈને તિલક કરો. તમારી બુધ્ધિનો વિકાસ થશે અને સ્વભાવમાં વિવેક આવશે.

કારતક મહિનામાં અન્ન અને વસ્ત્રનું દાન કરવું પણ ખૂબ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. જો તમે આવું નથી કરી શકતા તો આન અને વસ્ત્રનું દાન કરો આઆમ કરવાથી આગળના જન્મમાં તમે ગરીબ જન્મ નહીં લો અને તમને પરલોકમાં પણ ક્યારેય અન્ન અને જળની કમી નહીં રહે.

Back to top button