ધર્મ

કાયદાથી બચવું છે સરળ પરંતુ કર્મના ફળથી બચવું છે અશક્ય

વાવે તે લણે… આ કહેવત વર્ષો જૂની છે પરંતુ તેની અસર દરેક યુગમાં સમાન છે. વ્યક્તિ તેના જીવનમાં તે જ મેળવે છે જે તે અન્ય સાથે કરે છે. આ જન્મમાં કરેલા કર્મનું ફળ ભોગવવું દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે.કર્મનું ફળ એટલું અટલ છે કે તેને બીજા જન્મમાં પણ ભોગવવું પડે જ છે.

વ્યક્તિના વિચાર પણ તેની આસપાસ એક ઉર્જા ઉત્પન્ન કરે છે. ઉર્જાના બે પ્રકાર હોય છે, એક સકારાત્મક અને બીજી નકારાત્મક. આ ઉર્જા વ્યક્તિના મન અને શરીરમાં તેના કર્મના આધારે ઉત્પન્ન થાય છે. એટલે કે જો તમે કોઈ સારું કામ કરશો તો મનમાં સકારાત્મકતા વધશે અને ખરાબ કામ કરશો તો મનમાં રોષ, ઈર્ષા, ગુસ્સો જેવી લાગણી ઉત્પન્ન થશે. આ પ્રકારની ઉર્જામાં કરેલા કર્મનું ફળ પણ સારું નથી હોતું.

કોઈપણ વ્યક્તિ માટે મનમાં ઈર્ષા કે ગુસ્સો ન રાખવો જોઈએ. જો સામેની વ્યક્તિની પ્રતિક્રિયા તમારા માટે સારી ન હોય તો પણ તેના પર ધ્યાન ન આપવું જોઈએ. અન્ય જે કરે તે તેનું કર્મ હોય છે. જો ગુસ્સાનો જવાબ ગુસ્સાથી આપશો તો તમારા કર્મ પણ નકારાત્મક પ્રભાવ આપતાં થશે. ખાસ ધ્યાન રાખવું કે અન્યના વિચારના કારણે તમારા કર્મ અને તમારી ઉર્જા વ્યર્થ ન જાય.

લાગણી કોઈપણ હોય તેનો સીધો સંબંધ કર્મ સાથે હોય છે અને દરેક કર્મનું ફળ મળવું તે અટલ છે. તેથી જો તમારી ઈર્ષા અન્ય કોઈ કરે તો પણ તેના વિશે વિચારવું પણ નહીં. તમારે માત્ર તમારા વિચારો અને કર્મ પર ધ્યાન આપવું. જો અન્યના કર્મ જોઈ તમે નકારાત્મક પ્રતિભાવ આપવા લાગશો તો તમારા વ્યક્તિત્વ પર પણ ખરાબ કર્મ અને નકારાત્મક ઉર્જા છવાઈ જશે.  

તમારા કર્મ પર જ તમારું ભવિષ્ય અને તમારો જન્મારો કેવો જશે તે નક્કી થાય છે. વ્યક્તિ દ્વારા કરવામાં આવતા હિસાબમાં કોઈને કોઈ ભૂલ કે ખામી રહી જાય પણ તમને જણાવી દઉં કે ઉપરવાળાનો હિસાબ બહુ ચોખ્ખો હોય છે.

Back to top button