જાણવા જેવું

ઘરમાં ચાવીઓ આ જગ્યાએ મૂકો છો તો માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ.

બધા જ ઘરમાં મેઇન દરવાજાથી લઈને તિજોરી આ બધુ જ સેફ રાખવા માટે તાળું મારવામાં આવતું હોય છે, આ પછી એ તાળાંની ચાવીને મૂકવા માટે પણ દરેક ઘરમાં એક સુરક્ષિત જગ્યા પણ હોય છે. આ એવી જગ્યા હોય છે જયા એ ચાવી સરળતાથી શોધી શકાય. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો તમે આ નિયમનું પાલન કરીને ચાવીને યોગ્ય જગ્યાએ મૂકો છો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. આમ કરવાઠિ પુણ્ય મળે છે. આથી વિરુધ્ધ જો તમે ચાવી ખોટી જગ્યાએ મૂકો છો તો નુકશાન પણ થઈ શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની ચાવીઓ કયા મૂકવી જોઈએ.

સૌથી પહેલી વાત એ છે કે ઘર કે બાઇક-કારની ચાવીઓ અહીં અને ત્યાં ગમેત્યાં ક્યાંય પણ ફેંકશો નહીં. તેના બદલે, તેને મૂકી રાખવા માટે કી હેંગર્સનો ઉપયોગ કરો. વાસ્તુના નિયમો અનુસાર ચાવી રાખવા માટે લાકડાના ચાવી-હેંગર ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ પણ ધ્યાનમાં રાખો કે ચાવી રાખવા માટે આવી ચાવી-રિંગ્સનો ઉપયોગ ન કરો, જેમાં દેવી-દેવતાઓના ચિત્રો કોતરેલા હોય.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં બનાવેલ રસોડાનો વિસ્તાર એક શુદ્ધ સ્થાન છે, જ્યાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. તે જગ્યાએ ચાવી રાખવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, બને ત્યાં સુધી તમારે ચાવી ત્યાં રાખવાનું ટાળવું જોઈએ.

ઘરેલું મંદિર દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે અલગ-અલગ જગ્યાએ ઉપયોગમાં લેવાતી ચાવીઓ રાખો છો, તો તે અશુભ વાસ્તુ દોષો બનાવે છે, જેના કારણે વ્યક્તિને પાછળથી ભોગવવું પડે છે.

આ પરથી આપણે એટલું સમજી શકીએ કે ચાવી હમેશા ઘરમાં ચાવીનું હેંગર કે જેને કી હોલ્ડર પણ કહેવાય છે તેમાં જ ચાવી મૂકવી જોઈએ. દરરોજ અવનવી અને રસપ્રદ માહિતી વાંચવા માટે અમારું પેજ ફોલો જરૂર કરજો

Back to top button