ધર્મ

કૃષ્ણની સોનાની નગરી ડૂબવા પાછળ શું કારણ હતું તે તમે નહીં જાણતા હોવ.

હિન્દુ ધર્મમાં ચાર ધામમાંથી એક છે દ્વારકા કે જેને ભગવાન શ્રીકૃષ્ણની નગરી કહેવામાં આવે છે. દ્વારકા આપણાં ગુજરાતના કાઠિયાવાડમાં આવેલ છે. શ્રીકૃષ્ણની દ્વારકા નગરી કે જે અસલી સોનાની હતી તે જળમાં વિલીન થઈ ગઈ હતી તેની પાછળ ઘણી પૌરાણિક કથા પ્રચલિત છે. ચાલો તમને જણાવી દઈએ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના ડૂબી જવા પાછળ શું કારણ હતું.

પૌરાણિક કથા પ્રમાણે જરાસંઘ દ્વારા પ્રજા પર થતાં અત્યાચારને રોકવા માંતે ભગવાન કૃષ્ણ એ મથુરા છોડી ચાલ્યા ગયા હતા. શ્રીકૃષ્ણએ સમુદ્ર કિનારે પોતાની દિવ્ય નગરી વસાવી આ નગરીનું નામ દ્વારકા રાખ્યું. માનવામાં આવે છે કે મહાભારતના 36 વર્ષ પછી દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી, મહાભારતમાં પાંડવોની જીત થઈ અને બધા જ કૌરવોનો નાશ થઈ ગયો હતો. આ પછી જ્યારે યુધિષ્ઠિરનું હસ્તિનાપુરમાં રાજતિલક થઈ રહ્યું હતું. એ સમયે શ્રીકૃષ્ણ પણ ત્યાં હાજર હતા.

ત્યારે ગાંધારીએ શ્રીકૃષ્ણએ મહાભારત યુધ્ધના દોશી માનીને ભગવાન શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે જો મે તમારી આરાધના સાચા મનથી કરી છે અને મે મારો પત્નીવ્રતા ધર્મ નિભાવ્યો છે તો જે રીતે મારા કુળનો નાશ થયો છે એ જ રીતે તમારા કુળનો પણ નાશ તમારી આંખ સામે જ થાય. આવું કહેતા જ આ શ્રાપને લીધે ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી પાણીમાં ડૂબી જાય છે.

બીજી એક કથા પ્રમાણે એકવાર મહર્ષિ વિષવમિત્ર, દેવ ઋષિ નારદ, કણ્વ દ્વારકા ગયા ત્યારે યાદવ વંશના કેટલાક યુવકો ઋષિઓ સાથે મજાક કરવાના પ્રયોજનથી શ્રીકૃષ્ણના પુત્ર સાંબ સ્ત્રી વેશ લઈને જાય છે અને કહે છે કે તે સ્ત્રી ગર્ભવતી છે. તમે તેના ગર્ભમાં રહેલ બાળક વિષે જણાવો કે તે ક્યારે જન્મ લેશે. ઋષિઓને પોતાનું અપમાન થતું લાગ્યું અને જોઈને શ્રાપ આપી દીધો કે તેના ગર્ભથી મુસળ ઉત્પન્ન થશે અને એ જ મુસળથી સમસ્ત યદુવંશી કુળનો વિનાશ થશે.

Back to top button