ધર્મ

ઘણા સમયથી લગ્નમાં કોઈને કોઈ બાધા આવી રહી છે? અપનાવો આ કારગર ઉપાય.

યુવક કે યુવતીના લગ્ન થવામાં જો કોઈ વિધ્ન નડતું હોય તો તેની સૌથી વધુ ચિંતા માતા-પિતાને થાય છે. તેમાં પણ જો કોઈ કન્યાના લગ્ન નક્કી ન થતાં હોય તો માતા-પિતાના ચિંતામાં બમણો વધારો થઈ જાય છે.

યોગ્ય ઉંમરમાં યુવક યુવતીના લગ્ન થાય તે જરૂરી હોય છે. પરંતુ લગ્ન વિના વિધ્ન થશે કે નહીં તેનો આધાર જન્મકુંડળીના ગ્રહો પર આધાર રાખે છે. કુંડળીનો સાતમો ભાવ વૈવાહિક સુખ તરફ સંકેત કરે છે. જો કોઈના લગ્નમાં બાધા આવતી હોય તો સપ્તમ સ્થાનનું વિશ્લેષણ કરવું જોઈએ.

સ્ત્રીની કુંડળીમાં સપ્તમ સ્થાનનો કારક ગ્રહ ગુરુ હોય છે અને પુરુષની કુંડળીમાં શુક્ર. સપ્તમ સ્થાન પર કયા કયા શુભ અને અશુભ ગ્રહોની દ્રષ્ટિ પડે છે તે જાણવું જરૂરી હોય છે. કુંડળીમાં જે પણ ગ્રહની બાધા જણાય તેનો ઉપાય તુરંત કરાવવો જોઈએ. પરંતુ જેના પણ લગ્નમાં નક્કી થવામાં વિધ્ન આવતાં હોય તે આ ઉપાય ચોક્કસથી કરી શકે છે.

ગુરુને કરો પ્રસન્ન

લગ્નમાં આવતી બાધાને દૂર કરવા ગુરુને પ્રસન્ન કરો. તેના માટે કન્યા તેમજ યુવકના નહાવાના પાણીમાં હળદર ઉમેરવી જોઈએ. જ્યારે પણ વર કે કન્યા એકબીજાને મળે ત્યારે દક્ષિણ દિશા તરફ મુખ હોય તે રીતે મળવું. આ ઉપરાંત ગુરુવારનું વ્રત કરવાથી પણ લાભ થાય છે. ગુરુવારે બૃહસ્પતિની પૂજા કરવાથી પણ વિવાહના યોગ ઝડપથી સર્જાય છે.

લગ્ન લાયક કન્યા તેમજ યુવકે નિયમિત રીતે વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત દર ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરી કેળના ઝાડની પણ પૂજા કરવી. વિવાહ નક્કી થવાની સંભાવના વધી જશે. આ ઉપરાંત જ્યારે પણ લગ્નની વાત કરવા જવાનું હોય ત્યારે ગોળ ખાયને જવાનો આગ્રહ રાખવો.

લગ્ન ઝડપથી થાય તે માટેના ઉપાય

– સોનાનું કોઈ ઘરેણું પહેરી રાખવું.
– પોખરાજ ધારણ કરવો.
– સોમવારે માતા પાર્વતીને શ્રૃંગારની સામગ્રી ચઢાવી અને પૂજા કરવી.
-જ્યારે પણ મહાદેવને જળ અર્પણ કરો સાથે માતા પાર્વતીને ધ્યાનમાં રાખી પ્રાર્થના કરવી.

Back to top button