જાણવા જેવું

મંગળવારે આ કામ કરવાનું ક્યારેય ભૂલશો નહીં, જાણો તે કયા છે કામ…..

આપણે દરેક વ્યક્તિ જાણતા જ હોઈએ છીએ કે પૌરાણિક કથા અનુસાર હનુમાનજીને મહાદેવના 11માં અવતાર ગણવામાં આવ્યા છે અને કહેવામાં આવે છે કે જો મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો અનેક ગ્રહોની નકારાત્મકતા દૂર થઈ જાય છે અને હનુમાનજીની પૂજા કરવાથી આપણને ઘણા બધા ફાયદા પણ થાય છે આમ હનુમાન જઈને “કળિયુગના ભગવાન” પણ ગણવામાં આવ્યા છે.

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે મંગળવાર ને હનુમાનજી નો વાર ગણવામાં આવે છે અને તેના જ કારણે જો કોઈપણ વ્યક્તિની કુંડળીમાં મંગળ શનિ રાહુ કે કેતુ જેવા અશુભ ગ્રહ હોય તેમને મંગળવારે હનુમાનજીની પૂજા કરવાનું કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 રાશિ હોય છે.

મંગળવારે અહીં આપેલ ખાસ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિ અને ધન મળે છે તેમ જ સંકટ મોચન હનુમાનજીનું નામ લેવાથી જ દરેક દુઃખ દૂર થઈ જાય છે આ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તો આ દિવસે ઉપવાસ પણ કરતા હોય છે અને જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી બધી બાબતો છે જે તમારે મંગળવારે કરવી જોઈએ નહીં.

મંગળવારના દિવસે આ કામ કરવા જોઈએ નહીં

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે દાઢી કરવી જોઈએ નહીં કારણ કે તેને અશુભ માનવામાં આવે છે. મંગળવારે કાતર કે છરી જેવી ધારદાર વસ્તુઓ ને ખરીદવી જોઈએ નહીં. કારણ કે એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ધારદાર વસ્તુઓ ખરીદવામાં આવે તો ઘરમાં સમસ્યા વધી જાય છે અને કહેવામાં આવે છે કે આપણે સ્વચ્છતા માત્ર શરીરની જ નહીં પરંતુ ખોરાકની પણ રાખવી જોઈએ.

મંગળવારના દિવસે હનુમાનજી ની લાલ રૂમાલ પાથરીને તેમનો ફોટો મૂકીને આરતી કરવી જોઈએ. આમ કરવાથી ખૂબ જ લાભ થાય છે. આપણે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં. કારણ કે એક જૂઠું છુપાવવા માટે આપણે ઘણા બધા જુઠ્ઠા બોલવા પડે છે તેથી તેવા વ્યક્તિ પોતાનો વિશ્વાસ અને સન્માન પણ બીજા વ્યક્તિની સામે ગુમાવી બેસે છે તેથી કોઈ પણ કાર્ય સાચા હૃદયથી જ કરવું જોઈએ.

Back to top button