ધર્મ

મંગળનું રાશિ પરિવર્તન આ દરેક રાશિના જાતકો પર કરશે ખાસ અસર

16 ઓકટોબરe મંગળ રાશિ પરિવર્તન થવા જઈ રહી છે. આ રાશિ પરિવર્તનથી બધી રાશિ પર અસર થવાની છે. મંગળનું આ પરિવર્તન કેટલીક રાશિ પર ખૂબ વધારે અસર કરવાની છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એવી જ કેટલીક રાશિના નામ સાથે થોડી વિગત જેમના જીવનમાં કેટલાક પરિવર્તન થવાના છે.

1. મેષ : ચિંતાઓમાં ઘટાડો થશે. પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સંતાન સંબંધિત વિવાદ ઊભા થઈ શકે છે. નોકરીની સમસ્યા દૂર થશે. આ રાશિ પરિવર્તન તમને સાહસી અને ગૌરવશાળી બનાવશે.

2. મિથુન : આ પરિવર્તનથી તમારા જીવનમાં ઘણો સુધારો થશે. આ સમયએ યાત્રા કરવાથી સાવધાન રહો. કોઈપણ નિર્ણય ઉતાવળમાં કરવો નહીં. કોઈપણ કામ કરવામાં પણ ઉતાવળ કરવી નહીં.

3. કર્ક : કરિયરમાં તણાવથી બચીને રહેવું આ સમય દરમિયાન તમારા પ્રિયજન સાથેના સંબંધમાં મુશ્કેલીઓ આવી શકે છે. આવનાર એક મહિના સુધી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. આ પરિવર્તન ખર્ચમાં વધારો કરાવશે. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ આવશે.

4. ધન : ચોરી થવાની સંભાવના છે. કામમાં ધ્યાન ઓછું રહેશે અને આરામમાં વધુ મસ્ત રહેશો. સંબંધમાં આવી રહેલ મતભેદ દૂર કરવા પ્રયત્ન કરો. તમારે સાવધાન થઈ જવાની જરૂરત છે.

5. મકર : આવનાર એક મહિના સુધી લગ્નજીવનમાં વિષેશ ધ્યાન રાખવું. પૈસાની લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી. કામમાં આ સમય દરમિયાન પરિવર્તન આવી શકે છે. તમારા દરેક નિર્ણયને સમજી વિચારીને કરો.

6. કુંભ : મંગળના આ પરિવર્તનથી તમારા શત્રુ વિરોધીઓ શાંત થશે. તમારા અટકેલાં કામ પૂરા કરી શકશો. પણ આ સમયએ ચોરથી સાવધાન રહેવું. આ સમયએ ગેરકાનૂની રીતે પૈસા કમાવવાથી બચવું જોઈએ.

7. મીન : આ રાશિ પરિવર્તનથી તમને આંખ અને સ્વાસ્થ્યની સમસ્યા થઈ શકે છે. પૈસાના ખર્ચ તમને પરેશાન કરી શકે છે. ભૂલથી પણ આ સમય દરમિયાન યાત્રા કરવી નહીં. પારિવારિક જીવનમાં તમારા ઘરના સભ્યોને સહકાર મળશે. આ સમય દરમિયાન સંપત્તિ અને પ્રોપર્ટીથી સારી કમાણી કરી શકશો.

Back to top button