ધર્મ

આ મંત્રના જાપથી મળે છે અઢળક લાભ, જાણો મંત્રની અદ્ભુત શક્તિ વિશે

જ્યોતિષ શાસ્ત્ર તેમજ હિંદૂ ધર્મમાં મંત્રોચ્ચારનું અધિક મહત્વ છે. હિંદૂ ધર્મમાં કોઈપણ પૂજા મંત્ર જાપ વિના કરવામાં નથી આવતી. આપણા શાસ્ત્રોમાં પણ હજારો મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો જાપ વિવિધ પ્રકારની પૂજા, હવન, અનુષ્ઠાનમાં કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં જે મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે દરેકનો પ્રભાવ અલગ અલગ હોય છે. પરંતુ આજે એવા મંત્ર વિશે તમને જાણવા મળશે જેનો ઉપયોગ તમે કોઈપણ સમયે કરી શકો છો અને તેનાથી લાભ જ થાય છે. આ મંત્ર વિેશે તમે જાણતા પણ હશો પરંતુ તેનાથી થતાં લાભ વિશે આજ સુધી કદાચ તમે જાણ્યું નહીં હોય.  
 
આ ચમત્કારી મંત્ર છે વેદમાતા ગાયત્રીનો, જેને આપણે સામાન્ય બોલચાલની ભાષામાં ગાયત્રી મંત્ર પણ કહીએ છીએ. આ મંત્રનો જાપ જે કરે છે તેની એકાગ્રતા વધે છે. જે વિદ્યાર્થી આ મંત્રનો જાપ  કરે છે તેને અપાર સફળતા પ્રાપ્ત થાય છે કારણ કે તેનાથી મન એકાગ્ર બને છે. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ નિયમિત રીતે એક માળા એટલે કે 108 વાર મંત્રનો જાપ કરવો જોઈએ.

મંત્ર જાપનો શ્રેષ્ઠ સમય

ગાયત્રી મંત્રના જાપ માટેનો શ્રેષ્ઠ સમય દિવસમાં ત્રણ વખત આવે છે. સૌથી ઉત્તમ સમય સવારનો હોય છે, સૂર્યોદય પહેલાનો સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ બપોરનો સમય શ્રેષ્ઠ ગણાય છે અને ત્રીજો સમયથી સંધ્યાકાળનો. સૂર્યાસ્ત પહેલાના સમયમાં ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે.  આ મંત્રનો જાપ મૌન રહીને કરવાથી ઉત્તમ ફળ મળે છે.
 
ॐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્યઃ ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
 
ઉપરોક્ત મંત્રનો જાપ સ્પષ્ટ ઉચ્ચારણો સાથે કરવો. આ મંત્રનો જાપ શરૂ કરવાની સાથે જ તમને લાભ પણ મળતાં થઈ જશે. જેમકે જ્ઞાનમાં વૃદ્ધિ થવી, મન શાંત રહશે, ત્વચામાં ચમક વધશે અને કોઈપણ કાર્યમાં બાધા નહીં આવે. ઘરમાં નાના મોટા દરેકને આ મંત્ર તો આવડતો જ હશે તો આજથી જ થોડો સમય કાઢો અને તમારા સુખ અને તમારી સમૃધ્ધિ માટે જાપ જરૂર કરજો.

Back to top button