ધર્મ

નવરાત્રીની શરૂઆતથી આ ત્રણ રાશિ બની શકે છે કરોડપતિ.

નવરાત્રીનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ નવરાત્રીએ સુર્ય, બુધ અને શુક્ર ગ્રહ મળીને એક દુર્લભ સંયોગ બની રહ્યા છે. શુક્ર ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તો બુધ અને શુક્ર પહેલાથી અહિયાં હાજર છે. એવામાં આ ત્રણ ગ્રહ મળીને શુભ સંયોગ બનાવી રહ્યા છે. આ સંયોગથી રાશિચક્રની 12માંથી ત્રણ રાશિના જાતકો પર શુભ અસર થશે. તેમના જીવનમાં કોઇપણ કમી કે ફરિયાદ રહેશે નહીં. જીવનમાં ચાલી રહેલ સમસ્યાનો અચાનક અંત આવશે. ક્યાંય અટકેલાં પૈસા તમને ખૂબ જલ્દી પરત મળશે.

ધન : આ રાશિના જાતકો માટે આ નવરાત્રી ખૂબ ફાયદાકારક રહેશે. આ દરમિયાન તમને ધનલાભ થશે. નોકરી કરતાં મિત્રોના કામના વખાણ થશે. જે મિત્રો પ્રમોશન માટે પ્લાનિંગ કરી રહ્યા છે તો પ્રમોશન મળશે. નોકરી શોધતા મિત્રોને સારા પેકેજની નોકરી મળશે. વેપારીઓને ધંધામાં સારો નફો થશે. જૂની બીમારીથી તમને છુટકારો મળશે. લગ્ન કરવા માંગતા મિત્રોના જીવનમાં તેમના પ્રિયજનનું આગમન થશે.

વ્રુશિક : આ ત્રણ ગ્રહના યોગ આ રાશિના જાતકોને આ નવરાત્રી શુભ સમય સાબિત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પૈસા કમાવવા માટે નવા સાધન કે નવા રસ્તા મળશે. આ સમય દરમિયાન બહુ ઓછી મહેનતે સારી કમાણી થશે. તમારા બધા જ દુખ દૂર થઈ જશે. તમારા દુશ્મનોનો નાશ થશે. કોઈ તમારું કશું જ બગાડી શકશે નહીં. ક્યાંય પૈસા ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. એક ખુશહાલ સમય તમે પસાર કરી શકશો.

સિંહ : સિંહ રાશિના જાતકો માટે પણ આ ત્રણ ગ્રહનો સંયોગ લાભદાયક રહેશે. આ સંયોગને લીધે તમારા જીવનમાં ઘણી ખુશીઓ આવશે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમાચાર તમારા જીવનમાં ઘણા પરિવર્તન લાવશે. તમારું નસીબ બદલાઈ જશે. બધી જ વસ્તુઓ તમારી મરજી મુજબ ચાલશે. તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. કોર્ટ કચેરીમાં કોઈ બાબત ચાલી રહી છે તો તમને રાહત મળશે. પૈસા કમાવવા માટે બહુ મહેનત કરવાની જરૂરત નહિ રહે.

Back to top button