ધર્મ

નવરાત્રીમાં દુખ અને તકલીફ તમારા ઘરમાં વગર બોલાવીએ આવી જશે, જો આટલી વસ્તુઓ હશે ઘરમાં તો.

હિન્દુ ધર્મમાં નવરાત્રીને ખૂબ પવિત્ર તહેવાર માનવામાં આવે છે અને તેને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. 9 દિવસ સુધી આ તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 26 ઓકટોબરથી શરૂ થવાનો છે. આ સમય દરમિયાન ભક્તો માતાજીને પ્રસન્ન કરવા માટે ઘણી પ્રાર્થનાઓ કરતાં હોય છે. તમને જણાવી દઈએ કે જો તમારા ઘરમાં આ વસ્તુઓ હશે તો માતાજી તમારાથી નારાજ થઈ જશે.

જૂના ફાટેલા જૂતાં ચપ્પલ : નવરાત્રી દરમિયાન ઘરમાં અંદર જૂના અને ફાટેલા બુટ કે ચપ્પલ રાખવા જોઈએ નહીં તેનાથી ઘરમાં નેગેટિવિટી વધે છે. આ સાથે ઘરમાં તૂટેલા ફૂટેલ વાસણ પણ ના રાખવા જોઈએ. આ માતાજીને ગમતું નથી.

ડુંગળી લસણ : નવરાત્રીના દિવસોને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન સવારે અને સાંજે માતાજીની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન દરરોજ સાત્વિક ભોજન કરવું જોઈએ. સાત્વિક ભોજનમાં ડુંગળી લસણનો સમાવેશ કરવામાં આવતો નથી. તેને તામસિક ભોજન ગણાય છે. આ ભોજન વ્યક્તિમાં ગુસ્સો વધારે છે.

દારૂ-નોનવેજ : નવરાત્રી દરમિયાન દારૂ અને નોનવેજનું સેવન કરવું જોઈએ નહીં. ઘરમાં પણ નહીં અને પ્રયત્ન કરો કે બહાર જઈને પણ તમે આ વસ્તુઓનું સેવન કરશો નહીં. માતાજીને આ વસ્તુઓ બિલકુલ પસંદ નથી. અઅ વસ્તુઓનું સેવન કરીને તમારે પૂજા કે આરાધના કરવી જોઈએ નહીં.

બંધ ઘડિયાળ : વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નવરાત્રીમાં બંધ ઘડિયાળ ઘરમાં રાખવી જોઈએ નહીં. આ સિવાય ઘરમાં જે ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય તેને પણ રીપેર કરાવી લેવી જોઈએ અથવા તો તેને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. બંધ ઘડિયાળથી ઘરમાં નેગેટિવિટી આવે છે.

નકામું ભોજન : નવરાત્રી દરમિયાન સાફ-સફાઇનું પણ ધ્યાન રાખવું જોઈએ. રાતનું બચેલ જમવાનું કે પછી ખરાબ ભોજનને રસોડામાં રાખવું જોઈએ નહીં. આ ખરાબ ભોજનમાંથી આવતી વાસ માતાજીને પસંદ નથી. તેઓ તેના લીધે નારાજ થઈ જાય છે. આમ કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે.

ખંડિત મૂર્તિ : ઘરમાં તૂટેલી મૂર્તિ રાખવી એ અશુભ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન આવી મૂર્તિઓ ઘરમાં રાખવી જોઈએ નહીં. આ વસ્તુ ઘરમાં દુર્ભાગ્યનું કારણ બને છે. આવી મૂર્તિ ઘરમાં હોય તો તેને નદી કે વહેતા જળમાં વિસર્જિત કરી દેવી જોઈએ.

Back to top button