ધર્મ

ઘરમાં પારિજાતનો છોડ લગાવવાથી આવે છે સમૃધ્ધિ, ધન-ધાન્યથી ભરાઈ જશે ઘર.

આજકાલની જીવનશૈલીમાં અમુક ક્ષણની શાંતિ મેળવવા માટે આપણે લીલોતરી એટલે કે ઝાડ અને છોડને શોધતા હોઈએ છે. ઝાડ એ વ્યક્તિના મનને શાંતિ અપએ છે અને તેનાથી મનને રાહત પણ મળે છે. ઝાડ અને છોડ આપણાં તન-મનને સ્વસ્થ રાખવામાં આપણી મદદ કરે છે, આ જ કારણ છે કે લોકો પોતાના ઘરમાં છોડ અને ઝાડ લગાવતા હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એક વૃક્ષ 10 દીકરાઓ સામાન હોય છે. ફૂલવાળા છોડ આપણને તણાવથી મુક્તિ અપાવવાનું કામ કરે છે આ સાથે તેને જોઈને માનસિક શાંતિ પણ મળે છે. આ છોડથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

અમુક છોડ અને ઝાડ તો ફક્ત સજાવટ માટે જ ઘરમાં લગાવવામાં આવે છે તો અમુક છોડ એવા પણ હોય છે જે ઘરમાં સમૃધ્ધિ, સુખ-શાંતિ અને ખુશહાલી લાવે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા છોડ છે જેને ઘરમાં લગાવવાટી સમૃધ્ધિ બની રહે છે. તેમાંથી એક છોડ છે પારિજાત. પારિજાતને ઘણા લોકો હરસિંગારના નામથી પણ જાણે છે. જે ઘરમાં પારિજાતનું વૃક્ષ લગાવેલ હોય છે તે ઘરમાં સુખ સમૃધ્ધિ આવે છે, ચાલો તમને જણાવી દઈએ પારિજાત વૃક્ષના લાભ.

પૌરાણિક માન્યતા પ્રમાણે પારિજાતનું વૃક્ષ સમુદ્રમંથનથી નીકળ્યું હતું. કહેવાય છે કે જે ઘરમાં પારિજાતનો છોડ લગાવેલ હોય છે તે ઘરમાં સદા લક્ષ્મીજીનો વાસ હોય છે.

પારિજાતનું વૃક્ષ ઘરમાં લગાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં બરકત પણ આવે છે. જો વાસ્તુ અનુસાર પારિજાતનો છોડ લગાવો છો તો ઘરમાં ધન ધાન્યની કમી થતી નથી.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પારિજાતનું વૃક્ષ ઉત્તર પૂર્વ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી માનસિક તણાવ પણ દૂર થાય છે.

પારિજાતનો છોડ જો તમે મંદિર પાસે લગાવો છો તો તેનાથી વધુ ફળ મળે છે.

આ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે દક્ષિણ દિશામાં આ છોડ લગાવવો એ ખૂબ અશુભ માનવમાં આવે છે. એવું કરવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે.

Back to top button