જાણવા જેવું

પાવાગઢ માં આવેલ મહાકાળી માતાના દર્શન કરવાથી જ થાય છે ભક્તોના દુઃખ દૂર.

ભારત ધાર્મિક પ્રધાન દેશ છે અને અહીં ઘણા બધા દેવી-દેવતાઓના મંદિરો જોવા મળે છે તથા ઘણા બધા મંદિરો ઘણા બધા દૂર દૂર પણ હોય છે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અનુસાર અલગ અલગ દેવી-દેવતાઓની પૂજા કરતા હોય છે આમ ગુજરાત રાજ્યમાં પણ ઘણા બધા એવા મંદિર હોય છે જ્યાં ચમત્કાર થતા જોવા મળે છે આજે અમે તમને ગુજરાત રાજ્યમાં આવેલ એક એવા મંદિરની જ વાત કરવા જઈ રહ્યા છીએ.

ગુજરાત રાજ્યમાં પંચમહાલ જીલ્લો આવેલો છે અને તેમાં હાલોલ તાલુકામાં ભક્તિ તથા આસ્થાનો એક પવિત્ર ધામ આવેલું છે અને જે સમગ્ર ભારતમાં વિખ્યાત છે. ગુજરાતમાં આવેલ વડોદરાથી તે લગભગ 50 કિલોમીટર દૂર છે અને તે પાવાગઢ માં આવેલા માતા મહાકાળી નું મંદિર છે માતા મહાકાળીનું મંદિર પહાડ ઉપર આવેલું છે અને ત્યાંનો નજારો ખૂબ જ સુંદર અને જોવાલાયક હોય છે ત્યાંના હિલ સ્ટેશન જેવો માહોલ તથા કુદરતી નજારો જોવા માટે લાખો પર્યટકો અહીં આવતા હોય છે.

નવરાત્રિ પર, માના મંદિરને માળા અને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મા મહાકાળીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શારીરિક રીતે નબળા અને વૃદ્ધ લોકો સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે અહીંના મંદિરમાં રોપ-વેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પાવાગઢ જવા માટે શ્રદ્ધાળુઓ વડોદરાથી ખાનગી વાહનો કે બસ દ્વારા પાવાગઢ પહોંચી શકે છે.

એક પૌરાણિક કથા અનુસાર, માતા સતીના પિતા દક્ષે ભગવાન શંકરનું અપમાન કર્યું હતું, તેથી દુઃખી થઈને માતા સતીએ યજ્ઞકુંડમાં કૂદીને પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. અને પછી મહાદેવ માતા સતીના શરીર સાથે બ્રહ્માંડની પરિક્રમા કરતા રહ્યા અને જ્યાં પણ તેમના શરીરના ટુકડા પડ્યા ત્યાં આજે માતાની શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. પાવાગઢમાં સતીનો અંગૂઠો પડ્યો હતો. ઋષિ વિશ્વામિત્ર અહીં આવ્યા અને તેમાં મહાકાળીની દક્ષિણમુખી મૂર્તિ સ્થાપિત કરી.

પાવાગઢ ગબ્બર પર સ્થિત માતા મહાકાળીનું મંદિર ખૂબ જ પૌરાણિક છે. કહેવાય છે કે આ મંદિરના પુરાવા ભગવાન રામના સમયમાં પણ મળે છે. ચારે બાજુ ખીણો હોવાને કારણે અહીંનો પવન એક જ દિશામાં વહેતો હતો, તેથી આ સ્થળનું નામ પાવાગઢ પડ્યું. પાવાગઢ એટલે “ચારેય દિશામાંથી ફૂંકાતા પવનો વચ્ચેનો ગઢ એટલે પાવાગઢ”.

Back to top button