જાણો સાંજે પૂજા કરવાના 6 મહત્વના નિયમ, દરરોજ ધ્યાનમાં રાખજો.

હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાની પૂજાનું વિશેષ મહત્વ છે અને નિયમિત તરીકે દરરોજ સવારે અને સાંજે બંને સમયએ ધૂપ, દીવા અને આરતી કરી ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. શાસ્ત્રો પ્રમાણે દરેક દેવી દેવતાઓને અલગ લગ દિવસે અને અલગ લગ વિધિ પ્રમાણે પૂજવામાં આવે છે.
દેવી દેવતાની પૂજા કરવાની રીતે અલગ અલગ હોય શકે છે પણ પૂજા કરવાના નિયમ તો લગભગ સરખા હોય છે. આજે અમે તમને પૂજા કરવાના કેટલાક નિયમ જણાવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ભગવાનની પૂજા કરવામાં આવે તો ઘણા પ્રકારના લાભ થઈ શકે છે.
સાંજે પૂજા કરવામાં આ વાતોનું રાખો ધ્યાન.
1. જ્યારે પણ મંદિર કે તમારા ઘરમાં પૂજા કરો તો સાંજના સમયએ આ વાતનું ધ્યાન રાખજો. આવા સમયએ તુલસીને તોડવી જોઈએ નહીં અને ભગવાનને પણ અર્પણ કરવી જોઈએ નહીં. આઆમ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે.
2. શાસ્ત્રો પ્રમાણે આ વાતનું ખાસ ધ્યાન રાખો સાંજના સમયએ પૂજા માટે ફૂલ તોડવા નહીં. સાંજે ફૂલ તોડવું અશુભ માનવામાં આવે છે.
3. ધાર્મિક શાસ્ત્ર પ્રમાણે સાંજની પૂજામાં ક્યારેય પણ ભગવાન સુર્યદેવનું આહવાહન કરવું જોઈએ નહીં. આઆમ કરવું અશુભ માનવામાં આવે છે.
4. ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે સાંજના સમયએ પૂજા કરવા દરમિયાન દેવી દેવતા સામે ઘંટી પણ ના વગાડવી અને શંખ પણ વાપરવો નહીં. સાંજના સમયએ ભગવાન સુવા માટે જાય છે અને આમ કરવાથી તેમના આરામમાં મુશ્કેલીઓ ઉત્પન્ન થાય છે.
5. ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે સાંજના સમયએ પૂજા કરવાના સમયએ બે દીવા કરવા જોઈએ. એક ઘીનો અને એક તેલનો. આમ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી ભગવાનની કૃપા બની રહે છે.
6. સાંજે પૂજા આરતી થાય પછી હમેશા આ વાતનું ધ્યાન રાખો કે ભગવનને શયનમાં કોઈપણ સમસ્યા થાય નહીં આની માટે તમારે પડદો લગાવવો જોઈએ. સવારે આ પડદો ખોલી દેવાનો રહેશે.