જાણવા જેવું

ઘણા બધા પ્રયાસો છતાં પણ જો દેવાનો બોજ નથી થઈ રહ્યો ઓછો, તો એકવાર જરૂર અપનાવી લેજો આ ઉપાય…

જીવનમાં લોન લેવાનું ભાગ્યે જ કોઈને ગમતું હશે, પણ જરૂરિયાતોને કારણે મજબૂરીમાં ક્યારેક તો લોન લેવી જ પડે છે. લોન લીધા પછી, લોકો આ બોજને જલદી તેમના માથા પરથી ઉતારવાનો પ્રયાસ કરે છે. આ માટે ઘણા લોકો પ્લાનિંગ કરીને કામ કરે છે અને તેમને લોન ચૂકવવામાં સફળતા મળે છે. બીજી તરફ, ઘણા લોકો સખત મહેનત કરવા છતાં દેવાની જાળમાંથી મુક્ત થઈ શકતા નથી. જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો આજે અમે તમને આ જાળમાંથી છુટકારો મેળવવા કેટલાક ઉપાય જણાવીશું જે તમે કરી શકો છો.

શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો..
જો ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તમારું દેવું ઓછું થતું નથી, તો સતત 4 શનિવારે, તમારે સરસવના તેલમાં રોટલી બનાવીને કાળા કૂતરાને ખવડાવવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે કાળા કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ અને રાહુ-કેતુની અશુભ અસર ઓછી થાય છે. આમ કરવાથી વ્યક્તિની પરેશાનીઓ દૂર થવા લાગે છે અને દેવું પણ ધીરે ધીરે ઓછું થવા લાગે છે.

મંગળવારથી હપ્તા ચૂકવવાનું શરૂ કરો…
મંગળવારને અઠવાડિયાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. એટલા માટે તમે મંગળવારથી લોન ચૂકવવાનું શરૂ કરો. જો શક્ય હોય તો લોનનો પહેલો હપ્તો મંગળવારે આપો. તેમજ મંગળવારે લાલ દાળનું દાન કરો. એવું કહેવાય છે કે આવું કરવાથી ઋણમાંથી મુક્તિ મળે છે.

દરરોજ મા લક્ષ્મીની પૂજા કરો..
મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. જ્યાં સુધી તેમનો કૃપા ન મળે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકતો નથી. જો તમે પણ દેવાથી મુક્તિ મેળવવા માંગો છો તો નિયમિત રીતે મા લક્ષ્મીની પૂજા કરવાનું શરૂ કરો. મા લક્ષ્મીની મૂર્તિની સામે દરરોજ ઘીનો દીવો પ્રગટાવો. વાસ્તુશાસ્ત્ર મુજબ, આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર ઘણો આશીર્વાદ વરસાવે છે

Back to top button