ધર્મ

જેટલું બને તેટલી જલ્દી તકે રસોડામાંથી બહાર નીકળી દો આ વસ્તુઓ, નહિ તો…

રસોડાને ઘરમાં સૌથી સ્વચ્છ અને મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સંબંધિત અમુક ખાસ ઉપાયો અપનાવવાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. વ્યક્તિએ કઈ ભૂલો ટાળવી જોઈએ તે જણાવવામાં આવ્યું છે, તો ચાલો આજે આપણે જાણીએ કે શું શું અંદર જણાવવામાં આવ્યું છે.

વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ધાર્મિક રીતે સૌથી મહત્વપૂર્ણ સ્થાન તરીકે વર્ણવવામાં આવ્યું છે. કારણ કે તેમાં માતા અન્નપૂર્ણાનો વાસ કહેવાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા અન્નપૂર્ણાના આશીર્વાદથી જ વ્યક્તિને ભોજન મળે છે. આ જ કારણ છે કે વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લગતા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, પણ ઘણી વખત માહિતીના અભાવે વાસ્તુના નિયમોનું ઉલ્લંઘન થાય છે. જેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો ખતરો વધી જાય છે. આવા સમયમાં, વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને રસોડામાંથી જલદીથી દૂર કરવી જોઈએ, તો હાલો જાણી લઈએ કે કઈ છે તે વસ્તુઓ…

વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રસોડામાં સાવરણી ન રાખવી જોઈએ. રસોડાની સ્વચ્છતા જરૂરી છે, પણ તેમાં સાવરણી રાખવાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થઈ શકે છે અને ખોરાકની અછતનું જોખમ વધી શકે છે. તેની સાથે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે.
જો રસોડામાં દવાઓ રાખવામાં આવી હોય તો તેને જલ્દીથી તે જગ્યાએથી હટાવી દો. કારણ કે તેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડી શકે છે. તેની સાથે અન્ય બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી નકારાત્મક ઉર્જા પણ વધે છે.

રસોડામાં અરીસો રાખવાથી પણ સમસ્યા થઈ શકે છે. આનાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે, સાથે અગ્નિના કારણે વધેલી વધારાની ઉર્જાથી સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. એટલા માટે રસોડામાંથી જલ્દી કાચ હટાવી નાખો.

રસોડામાં ક્યારેય મંદિરની સ્થાપના ન કરવી. કારણ કે તેનાથી દેવી-દેવતાઓ ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. એટલા માટે મંદિરની સ્થાપના કરવા માટે, વાસ્તુમાં દર્શાવેલ યોગ્ય સ્થાન અને દિશાનું ધ્યાન રાખવું.

વાસ્તુશાસ્ત્ર મુજબ વાસી ખોરાકને તરત જ રસોડામાંથી કાઢીને બીજે ક્યાંક રાખવો જોઈએ. ઉપરાંત, તેમાં કોઈ જંકનો સંગ્રહ ન હોવો જોઈએ. આ નિયમોનું પાલન ન કરવાથી માતા અન્નપૂર્ણા ક્રોધિત થઈ શકે છે અને ઘરમાં સ્વાસ્થ્ય અને નાણાંના ક્ષેત્રમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે

Back to top button