ધર્મ

દરરોજ નિયમિત આ મંત્ર જાપથી જીવનની દરેક સમસ્યાઓ થઈ જશે છૂમંતર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીના ગ્રહોની અશુભ સ્થિતિના કારણે વ્યક્તિને અનેક પ્રકારની તકલીફ સહન કરવી પડે છે. અશુભ પ્રભાવ દેતાં ગ્રહોનો યોગ્ય ઉપાય કરવામાં આવે તો ખરાબ ફળ ઘટે છે અને સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે છે. આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાયો કરવાથી મહેનત,બળ અને ઉન્નતિ પણ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિને જીવનમાં સમસ્યાઓ સહન કરવી પડી રહી હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવેલા આ મંત્રનો જાપ કરવાથી સમસ્યાઓનો અંત થઈ જાય છે.

અનિષ્ટ ગ્રહોના પ્રકોપથી બચવા માટે હનુમાનજીની શરણમાં જવું જોઈએ. હનુમાનજી કોઈપણ ગ્રહના પ્રભાવને શાંત કરી શકે છે. હનુમાન ઉપાસના જો ભક્તિભાવ, શ્રદ્ધા, સમર્પણથી કરવામાં આવે તો તેમની કૃપાદ્રષ્ટિ જાતક પર સદા બની રહે છે.

જીવનમાં પ્રગતિ માટે આ મંત્રનો જાપ કરવો

વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ
કવન જો કાજ કઠિન જગ માહી, જો નહીં હોઈ તાત તુમ્બ પાહી

વિદ્યાર્થીઓ વર્ગએ પરીક્ષા અને અભ્યાસમાં પ્રગતિ કરવી હોય તો તેમણે નીચે આપેલા બેમાંથી કોઈ એક મંત્રની નિયમિત એક માળાનો જાપ કરવો.

– ॐ ગં ગણપતયૈ નમ:

બુદ્ધિહીન તનુ જાનિ કે સુમિરો પવન કુમાર
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મમ હરો ક્લેશ વિકાર
 
ગણેશ બીજ મંત્રનો જાપ કરવાથી વિદ્યાર્થીઓને લાભ થવાની સાથે નોકરીમાં પણ ફાયદો થાય છે. આ મંત્રની રોજ 11 માળા કરવી જોઈએ. આ મંત્રનો જાપ શરૂ કરવાની સાથે લાભ થવા લાગશે. આ ઉપરાંત જે વ્યક્તિના લગ્ન થતાં ન હોય તેણે લાલ ચંદનની માળાથી નીચે આપેલા મંત્રની 11 માળા કરવી જોઈએ.

ॐ હ્રીં ગૌર્ય નમ:

લગ્ન થઈ ગયા હોય પરંતુ વૈવાહિક જીવનમાં સમસ્યાઓ આવતી હોય અને પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હોય તો મહિલાઓએ રુદ્રાક્ષની માળાથી નીચે આપેલા મંત્રની 11 માળા રોજ કરવી.   મંત્રજાપથી વૈવાહિક જીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થવા લાગશે.

ॐ પાર્વતીપતયે નમ:

Back to top button