ધર્મ

શનિ માર્ગી થવાથી આ રાશિની સાડાસાતી થશે પૂરી, મળશે રાહત.

ગ્રહો જ્યારે પણ માર્ગી થાય છે તેની અસર દરેક રાશિના જાતકો પર થતી હોય છે. હવે શનિના મકરમાં માર્ગી થવા પર અમુક લોકોને શનિની સાડા સાતી અને ઢૈયાથી મુક્તિ મળવાની છે. ચાલો તમને જણાવી દઈએ કે શનિના માર્ગી થવા પર કઈ કઈ રાશિને તેનો ફાયદો મળશે.

જ્યોતિષ ગણના પ્રમાણે શનિના મકર રાશિમાં થવાને લીધે આ સમયએ ધન, મકર અને કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેના સિવાય મિથુન અને તુલા રાશિના જાતકો પર ઢૈયાનો પ્રભાવ છે. કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતી 24 જાન્યુઆરી 2022થી છે જએ 3 જૂન 2027 સુધી રહેશે. વૈદિક પંચાંગ અનુસાર 17 જાન્યુઆરી 2023 સુધી તુલા અને મિથુન રાશિના જાતકો શનિની ઢૈયાથી મુક્તિ મળી જશે. આ સિવાય ધન રાશિના લોકોણે સાડાસાતીથી મુક્તિ મળી જશે. આ રાશિથી શનિની સાડાસાતી પૂરી થવા પર દરેક કામમાં સફળતા મળવાની શરૂઆત થશે. નોકરીમાં પ્રમોશન મળશે અને માન સમ્માનમાં વધારો થશે.

આવતા વર્ષે શનિનું કુંભ રાશિમાં ગોચર થવાથી મીન રાશિ પર સાડાસાતીનો પ્રથમ ચરણ શરૂ થશે અને ધનુ રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે. જાન્યુઆરી 2023 થી કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડાસાતી શરૂ થશે. તે જ સમયે, 2023 માં, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની ઢૈયા શરૂ થશે.

શનિ સાડાસાતી ની અસર ઘટાડવાના ઉપાય

શનિ દોષ અને સાડાસાતી ની અસર ઓછી કરવા માટે શનિ બીજ મંત્ર ‘ઓમ પ્રમ પ્રેમે સસ શનયે નમઃ’ નો જાપ કરો.
શનિવારે હનુમાનજીને તેલ ચઢાવો અને લાડુ ચઢાવો.
શનિવારે તલ, તેલ, કાળા અડદ, કાળા કપડા, લોખંડ અને સરસવના તેલનું દાન કરવું શુભ રહેશે.
શનિવારે પીપળના ઝાડ પર પાણી અર્પણ કરો અને તેલનો દીવો પ્રગટાવો.
શનિવારે શનિ મંદિરમાં જઈને ભગવાન શનિદેવના દર્શન કરો અને તેલના દીવા કરો.

Back to top button