ધર્મ

શનિની સાડા સાતી કે પનોતીથી છો પરેશાન? અપનાવો આ ઉપાય.

ગ્રહોની બદલાતી પરિસ્થિતિ આપણાં જીવનને પ્રભાવિત કરે છે. બધા ગ્રહોમાં શનિ ગ્રહને પ્રમુખ અને વિષેશ માનવામાં આવે છે. કહેવાય છે કે કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તો જીવનમાં અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. વ્યક્તિને ઘણા દુખ સહન કરવા પડે છે. બનતા કામ બગાડવા લાગે છે. એ જ રીતે જો શનિની શુભ દશા હોય તો જીવનમાં સુખ, સમૃધ્ધિ, ધન અને વૈભવ લઈને આવે છે.

શનિદેવની કૃપાથી વ્યક્તિ રાજા જેવુ જીવન જીવી શકે છે. તેના માટે શનિદેવએ પ્રસન્ન રાખવા જોઈએ. આજે અમે તમને જણાવી રહ્યા છે કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય જણાવ્યા છે. ચાલો તમને જણાવીએ કે શનિ દેવની મહાદશાથી રાહત મેળવવા શું કરશો.

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. દરેક વ્યક્તિના જીવનમાં એકવાર તો આ દશા આવેજ છે. શનિની સાડાસાતી 7 વર્ષ તો ઢૈયા 2 વર્ષ અને 6 મહિના ચાલે છે. શનિની સાડા સાતી, ઢૈયા અને મહાદશાનો ખૂબ પ્રભાવ પડે છે. તેનાથી જીવનમાં ઘણા બધા બદલાવ આવે છે. વ્યક્તિના જીવનમાં બાધાઓ આવે છે. પણ જ્યોતિષ ઉપાયથી તમે શનિની દશાનો પ્રકોપ ઓછો કરી શકો છો.

જ્યોતિષશાસ્ત્રીઓ પ્રમાણે શનિની મહાદશાના પ્રકોપને શાંત કરવા માટે તમારે દરેક શનિવારના દિવસે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરવો જપી. આ સાથે આ તેલમાં કાળા તલ પણ ઉમેરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને ખરાબ દ્રષ્ટિ હટાવી લે છે. શનિવારના દિવસે સવા પાંચ કિલો લોટ અને સવા કિલો ગોળના લોટની રોટલી બનાવી તેને સૂર્યસત સમયએ ગાયને ખવડાવવી.

‘ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नमः’

આ મંત્રનો જાપ સૂર્યોદયના સમયએ 251વાર કરવો જોઈએ. મંત્ર જાપના સમયએ તમારા હાથમાં કમળગટ્ટાની માળા હોવી જોઈએ. શનિવારનું વ્રત કરવું અને શનિદેવની પૂજા કરો. શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરવાઠિ શનિના પ્રકોપને ઓછો કરી શકાય છે.

Back to top button