ધર્મ

ભૂલથી સાવરણી પર પગ લાગી જાય છે તો તરત જ કરો આ કામ.

હવે દિવાળીને ગણતરીનો સમય બાકી છે. એવામાં હવે મહિલાઓ પોતાના ઘરની સાફ સફાઇ શરૂ કરશે. ઘરમાં સાફ સફાઇ કરવામાં સાવરણી ખૂબ અરૂરી છે. તેનાથી જ આપણે ઘરનો બધો કચરો બહાર કાઢતા હોઈએ છે. હિન્દુ ધર્મમાં ઝાડુને પવિત્ર માનવામાં આવે છે. તેની તુલના માતા લક્ષ્મી સાથે કરવામાં આવી છે. એટલે સાવરણીને લઈને અમુક નિયમ છે જએ આપણે પાળવા જોઈએ. આમ ના કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

1. સાવરણીનો ઉપયોગ કરતી વખતે અથવા અન્ય કોઈપણ સમયે, ઘણી વખત આપણે ભૂલથી તેના પર પગ મૂકીએ છીએ. સાવરણીને લાત મારવી એ પાપ છે. આને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તેમના પગ મૂકવાનો અર્થ છે માતા લક્ષ્મીને પગ અડાલવો. જો કે ભૂલથી પણ જો સાવરણી તમારા પગને અડી જાય તો તેને હાથથી સ્પર્શ કરો અને કપાળ પર હાથ મૂકીને દિલથી માફી માગો. ઉપરાંત, એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ભૂલ ફરીથી ન કરો.

2. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને ક્યારેય ઉભી રાખવી જોઈએ નહીં. તેને હંમેશા નીચે આડી જ રાખો. ઉભી રાખેલી સાવરણી અશુભ માનવામાં આવે છે. આવી સાવરણી રાખવાથી ઘરમાં એક પછી એક અનેક પરેશાનીઓ આવે છે. કરેલું કામ પણ બગડી જાય છે. દુઃખ અને ગરીબી ઘરમાં દસ્તક આપવા લાગે છે. આર્થિક સ્થિતિ બગડવા લાગે છે. આ સાથે ઘરમાં મહિલાઓ વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે.

3. સાવરણીની પણ એક ઉંમર હોય છે. થોડા સમય પછી તે તૂટી જાય છે. તૂટેલી અને ખામીયુક્ત સાવરણી ઘરમાં રાખવી શુભ નથી. તેથી, જ્યારે સાવરણી ખરાબ થઈ જાય, ત્યારે તમારે તરત જ નવી સાવરણી લાવવી જોઈએ. શુક્રવાર કે ગુરુવારે નવી સાવરણી ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ રીતે શુક્રવાર અને ગુરુવારે ઘરની બહાર જૂની સાવરણી ન ફેંકવી જોઈએ. શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે અને ગુરુવાર લક્ષ્મી નારાયણ વિષ્ણુનો દિવસ છે.

Back to top button