સુગંધીદાર ઘરમાં સુખ સમૃધ્ધિ બની રહે છે આવીરીતે ઘરને બનાવી રાખો સુગંધી લાંબા સમય સુધી

વાસ્તુ શસ્ત્ર પ્રમાણે ઘરને સુગંધિત રાખવાથી પોઝિટિવ એનર્જી અને વાતાવરણમાં તાજગી બની રહે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃધ્ધિનું આગમન થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરને સુગંધિત કરવા માટે ઘણા પ્રકારના ઉપાય કરવામાં આવતા હોય છે. અમુક લોકો રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરે છે જેની સુગંધ થોડીવાર જ ઘરમાં રહે છે. એવામાં આજે અમે તમને અમુક પ્રાકૃતિક વસ્તુઓ વિષે જણાવી રહ્યા છે જે ઘરને સુગંધીદાર બનાવવામાં મદદ કરે છે. ચાલો જણાવી દઈએ ઘરને સુગંધીદાર બનાવવા માટે વાસ્તુના ઉપાય.
ધૂપ, અગરબત્તી અને લોબાન
પંડિત ઇંદ્રમણી ધનશ્યાલ જણાવે છે કે ધૂપ અને અગરબત્તી શુભનું પ્રતિક છે. અગરબત્તી અને ધૂપથી દેવતાઓની પૂજા સિવયં ઘરને સુગંધીદાર પણ બનાવી શકાય છે. તેના માટે સારી સુગંધ વાળી અગરબત્તી સવારે સાંજે આખા ઘરમાં કરવી. તેનાથી ઘરમાં સુખ, સમૃધ્ધિનો વાસ થશે અને ઘરનું વાતાવરણ સારું બની રહેશે. આ રીતે તમે લોબાનના ધુમાડાને આખા ઘરમાં કરી શકો છો. લોબાનના ધુમાડાથી ઘરની બધી નકારાત્મક શક્તિઓનો નાશ થઈ જાય છે. તેનાથી ઘરમાં દેવતાઓનો વાસ થાય છે.
ફ્રેશ ફૂલનો ઉપયોગ
ઘરમાં પ્રાકૃતિક સુગંધ લાવવા માટે ફ્રેશ ફૂલનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે ગુલાબની પાંખડીને કાચના વાસણમાં રાખી શકો. તેનાથી ઘરમાં સારી સ્મેલ આવશે અને આ સાથે પરિવારના સભ્યો પણ પોતે પોઝિટિવ અનુભવ કરશો. તેનાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે.
ચંદનનો ઉપયોગ
ઘરના વાતાવરણને મહેકવવા માટે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ચંદનનો પ્રયોગ કરવો શુભ હોય છે. ચંદનના પ્રયોગથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. ચંદનની સુગંધથી શાંતિ મળે છે. આ રીતે તો કપૂર અને લવિંગનો ઉપયોગ પણ ઘરને સુગંધીદાર બનાવી શકાય છે.