ધર્મ

શુક્ર ગ્રહનો કન્યા રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોને થશે ધનલાભ સહિત અનેક લાભ.

સાંસારિક સુખની વૃધ્ધિનો કારક ગ્રહ શુક્ર પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યા છે. તેઓ સિંહ રાશિથી કન્યા રાશિમાં સ્થાન ગ્રહણ કરશે. આ સાથે જ રાશિચક્રની 12 રાશિ પર તેની અસર જોવા મળશે તમને જણાવી દઈએ કે આ પરિવર્તનથી 12માંથી 3 રાશિના જાતકો માટે આ ખૂબ ફાયદાકારક રહેશે. ચાલો તમને જણાવી દઈએ કે કઈ રાશિ છે આ ત્રણ જેમના માટે આ પરિવર્તન કશુંક ખાસ લઈને આવશે. જીવનના દુખ દૂર થશે, ધનલાભ થશે.

મેષ : મેષ રાશિના જાતકોને શુક્ર ગ્રહનું આ ગોચર આર્થિક રીતે બહુ સારું નહીં કહી શકાય પણ પહેલા કરતાં મુશ્કેલીઓ ઓછી થશે. માનસિક શાંતિ મળશે. તમારા શત્રુઓ તમારા કામમાં બાધા ઉત્પન્ન કરશે પણ તેમને તમે હરાવી શકશો.

કોર્ટ કચેરીમાં ચાલી રહેલ બાબત તમારી તરફેણમાં આવશે. લોકો તમારા આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડવાનું કરશે પણ તમે મજબૂત મનોબળ સાથે સતત આગળ વધતાં રહો. ભાઈ બહેન સાથે ચાલી રહેલ મતભેદનો અંત આવશે. તમારી મુલાકાત કેટલાક ખાસ લોકો સાથે થશે.

કર્ક : કર્ક રાશિના જાતકો માટે આ પરિવર્તન ખૂબ શુભ સાબિત થશે. પહેલાના અટકેલાં પૈસા પરત મળશે. ઉતાવળમાં તમારા મનનું માનીને લીધેલ નિર્ણયમાં તમને લાભ થશે. તમારા દ્વારા કરવામાં આવેલ કામમાં તમને સફળતા મળશે. નોકરી કરતાં મિત્રોને પગાર વધારા સાથે પ્રમોશનના યોગ છે. હમણાં નોકરીનું સ્થાન બદલવા માટે સમય યોગ્ય નથી. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. પરિવાર અને સંતાન સંબંધિત મુશ્કેલીઓનો અંત થશે.

વ્રુશિક : વ્રુશિક રાશિના જાતકો માટે શુક્રનું આ પરિવર્તન સફળતા અપાવશે. નવા વેપાર કે નોકરીનું પ્લાનિંગ કરી રહ્યા છો તો સફળતા મળશે. શેર માર્કેટમાં લાંબા ગાળાના રોકાણ માટે યોગ્ય સમય. તમારા કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.

વેપાર સંબંધે યાત્રા કે વિદેશ જઈ શકો છો. કોઈપણ મોટું કામ કરવા કોઈપણ કાગળ પર સહી કરતાં સાવધાન રહો. સંતાન સંબંધિત સારા સમાચાર મળશે. પ્રેમીઓ માટે સારો સમય. લગ્ન કરવા માંગતા મિત્રોના જીવનમાં જીવનસાથીનું આગમન થશે.

Back to top button