સુર્યની નજીક આવતા શુક્ર થઈ રહ્યો છે 15 દિવસ માટે નબળો, જાણો કઈ આ 3 રાશિના જાતકોને થશે લાભ..

જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહ સુર્યની ખૂબ નજીક આવી જાય છે. એટલે કે જ્યારે પણ કોઈ ગ્રહ સુર્યની ખૂબ નજીક આવે છે તો તેને ગ્રહ અસ્ત માનવામાં આવે છે. સુર્યની નજીક આવવા પર એ ગ્રહની તાકાત અમુક સમય માટે ક્ષીણ થઈ જાય છે. ગ્રહ સકારાત્મક પ્રભાવ આપવામાં અસફળ થાય છે. આ જ રીતે શુક્રનું અસ્ત થવાનો અર્થ છે કે જયા સુધી સુર્ય નજીક રહેશે તેની શક્તિ ઓછી થઈ જાય છે. આ અસર આવનાર 15 દિવસ સુધી રહેશે. શુક્ર અસ્ત થવાની અસર બધી રાશિના જાતકો પર થશે. ચાલો તમને જણાવી દઈએ કે આ અસ્તથી કઈ રાશિને સૌથી વધુ અસર થશે.
મેષ : શુક્ર તમારી રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. આ રાશિના જાતકોના માથે કેટલીક જવાબદારીઓ વધશે. સુખ, સમૃધ્ધિ અને વૈભવમાં વધારો થશે. પરિવારમાં શાંતિ રહેશે.
મિથુન : આ રાશિનો સ્વામી બુધ છે અને શુક્ર બુધ સાથે મિત્રતા છે જેના લીધે આવકમાં વધારો થશે સાથે ખર્ચ પણ વધશે. સુખ અને સુવિધાની વસ્તુઓ પાછળ ખર્ચ થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. લગ્ન કરવા ઇચ્છતા જાતકોના જીવનમાં સારા સમાચાર આવશે.
સિંહ : આ રાશિના જાતકો માટે શુક્ર સ્વામી ભાવમાં છે એટલે આ રાશિના જાતકોનો સમય સારો પસાર થશે. એકલા રહેવામાં તમને આનંદ મળશે. યાત્રા કરવાના યોગ છે. પ્રેમીઓ સાથે સબંધ મજબૂત થશે. નોકરી કરતાં મિત્રોને ઓફિસમાં તેમના કામની સરાહના થશે. કેટલાક નવા પ્રોજેક્ટમાં તમે સામેલ થઈ શકશો.
ધન : તમારી રાશિમાં શુક્ર નવમા ભાવમાં અસ્ત થશે. સંબંધમાં તમને નવીનતા અનુભવશો. લગ્ન જીવન સામાન્ય રહેશે. તમારા મનમાં ધાર્મિક માન્યતા પ્રત્યે લગાવ વધશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. માનસિક અને શારીરક શાંતિ મળશે. લાંબા સમયથી કોઈ માનસિક તણાવ અનુભવી રહ્યા છો તો તેમાંથી તમને શાંતિ મળશે.