ધર્મ

સુવા સમયે મહિલાઓએ હમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ વાત.

આજે અમે તમને જણાવી રહ્યા છે કે કપલ વચ્ચે થતાં નાના મોટા ઝઘડામાં તેમના બેડરૂમ અને તેની દિશા ખૂબ જરૂરી છે. જો કપલ વચ્ચે કોઈને કોઈ વાતને લઈને તણાવ રહે છે તો પત્નીએ પોતાના સુવાની જગ્યા અને તેની સુવાની સ્ટાઈલ ચેન્જ કરવી જોઈએ. ચાલો તમને ડિટેલમાં જણાવી દઈએ કે શું છે જે ધ્યાનમાં રાખવું જોઈએ.

વાસ્તુ પ્રમાણે કપલની સુવા માંતેની જગ્યા યોગ્ય દિશા પણ સુરક્ષા, પ્રેમ અને કપલ વચ્ચે સારા સંબંધની ભાવના બતાવે છે. કપલ્સ માટે બેડરૂમનું વાસ્તુ એવું હોવું જોઈએ કે બંને વચ્ચેના સંબંધમાં મજબૂતાઈ લાવે. જો કપલ ઘરનો સ્વામી છે તો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જો કપલ નવપરણિત અને મોટા ભાઈ કે માતા પિતા સાથે રહે છે તો બેડરૂમ ઉત્તર-પશ્ચિમમાં હોવું જોઈએ. પરણિત કપલને ઉત્તર પૂર્વના બેડરૂમથી બચવું જોઈએ, કેમ કે આ સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. ચાલો જણાવી ડી કે પરણિત સ્ત્રીઓએ કઈ દિશામાં સૂવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પરણિત મહિલાઓએ સુવા સમયે માથું દક્ષિણ તરફ કરીને સૂવું જોઈએ. મહિલાઓએ ભૂલથી પણ દક્ષિણ દિશામાં પગ રાખીને સૂવું જોઈએ નહીં. દક્ષિણ દિશા યમરાજની દિશા માનવામાં આવે છે. આમ કરવાથી શરીરની ઉર્જાનો નાશ થાય છે.

મહિલાઓ ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને એવામાં મહિલાઓએ સુવા માટે બીજી દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશા ધનના સ્વામી કુબેરની માનવામાં આવે છે. જો મહિલાઓ આ દિશામાં પગ રાખીને સુવે છે તો આર્થિક જીવન પણ પ્રભાવિત થવાની સંભાવના હોય છે. એટલું જ નહીં તમારી આવક જાવકનું સંતુલન બગડી શકે છે.

પરણિત મહિલાઓએ સુવા સમયએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તે ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચે પગ રાખીને સૂવું જોઈએ નહીં. ઉત્તર અને પશ્ચિમ દિશા વચ્ચેનું સ્થાન વાયવ્ય કોણ કહેવાય છે. માન્યતા છે કે આ દિશામાં સુવાથી મહિલાઓ પોતાના સંબંધથી અલગ થવાનો વિચાર કરી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પરણિત જ નહીં પણ અપરણિત કન્યાઓએ પણ સુવાની દિશા તરફ ધ્યાન રાખવાની જરૂર છે. અપરણિત કન્યાને દક્ષિણ-પશ્ચિમ દિશા બાજુ પગ રાખીને સૂવું જોઈએ નહીં. કન્યાએ ઉત્તર દિશામાં પગ રાખીને સુવે છે તો તેના જલ્દી જ લગ્ન થઈ જાય છે અને યોગ્ય વર મળે છે.

Back to top button