ધર્મ

તીર્થ યાત્રા પર જતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

હિંદૂ ધર્મમાં ધાર્મિક યાત્રાઓનું આગવું મહત્વ છે. એટલા માટે જ ગંગાસ્નાન, ચારધામ યાત્રા, અમરનાથ યાત્રાનું ખાસ મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે ધાર્મિક સ્થાનની યાત્રા વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે…નથી જાણતાં તો આજે જાણી લો કે ધાર્મિક યાત્રા કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

– કોઈપણ તીર્થ યાત્રા પર નીકળતાં પહેલાં ભગવાનના દર્શન કરી સંકલ્પ લેવો જોઈએ. ભગવાન સમક્ષ પ્રાર્થના પણ કરવી કે યાત્રા સફળ રહે અને તેમાં કોઈ વિધ્ન ન આવે.

– યાત્રા પહેલા કુળદેવી-દેવતાની પૂજા જરૂર કરવી. આ પૂજા કર્યા વિના કરેલી યાત્રા પૂર્ણ ગણાતી નથી.

– તીર્થ યાત્રા પર જાઓ ત્યાં પૂજા અચૂક કરવી. પૂજા પણ પૂર્ણ રીતે કરવી, વિધિ અધુરી ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું.
 
– યાત્રા પર જે વાહનમાં જવાના હોય તેની પણ પૂજા કરવી જોઈએ. ઘરથી નીકળતાં પહેલા ગાડીના પૈડા નીચે લીંબુ રાખી તેના પર ગાડી ચલાવી અને આગળ વધવું. માર્ગમાં આવનારી બાધા આ વિધિથી દૂર થઈ જશે.

– તીર્થ યાત્રા પર નીકળો ત્યારે તામસિક ખોરાકનું સેવન ટાળવું. એટલે કે યાત્રાના દિવસો દરમિયાન સાદું અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું.

– યાત્રા પર નીકળા હોય ત્યારે દાન કરવાનો આગ્રહ પણ રાખવો. આ સમય દરમિયાન કોઈ ભીક્ષુક દાન માટે આવે તો તેને ખાલી હાથ પાછો ન મોકલવો. તીર્થસ્થળ પર યથાશક્તિ દાન કરી પુણ્યનું ભાથું અચૂક બાંધવું.

– પરીવારમાં બાળકનો જન્મ થયો હોય કે કોઈનું મૃત્યું થયું હોય ત્યારે ચાલતાં સૂતકના દિવસોમાં પણ તીર્થયાત્રા પર ન જવું. આવા સમયમાં તીર્થયાત્રા કરવાનું ટાળવું.

– યાત્રા દરમિયાન બને એટલું વધારે ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. કોઈપણ વધારાની વાતો કે ટાઇમપાસમાં સમય કાઢવો જોઈએ નહીં.

– યાત્રા દરમિયાન કોઈપણ ખોટું કામ કરવાનું વિચારવું નહીં, આમ કરવાથી તમારી યાત્રા ક્યારેય સફળ થશે નહીં.

– ધાર્મિક સ્થળ પરથી મળેલ પ્રસાદનું અપમાન ના થાય તેનું ધ્યાન રાખવું, જરૂર હોય એટલી જ પ્રસાદ લો. જો ઘરે આવવામાં સમય હોય તો બગડી જાય એવો કોઈપણ પ્રસાદ વધારે સાથે લેશો નહીં.

Back to top button