માતા-પિતાએ ધામધુમથી લગ્ન કરાવ્યા ‘ને દોઢ મહિનામાં જ દંપતીએ એકસાથે કર્યો આપઘાત…
પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આપઘાતના બનાવો વધી રહ્યા હોવાનું જણાય છે. ત્યારે વધુ એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. રાજકોટ શહેરમાં 11 દિવસમાં વધુ એક દંપતીએ આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
જાણવા મળ્યા મુજબ 15 જુલાઇના રોજ દંપતીએ મોરબી રોડ પર ગળું દબાવી આત્મહત્યા કરી હતી.
હવે આવી જ વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં લગ્નના દોઢ મહિનામાં જ એક યુગલે ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં સંતોષીનગર ફાટક પાસે નવપરિણીત યુગલ કરણ પંચાસરા (22) અને સ્નેહા પંચાસરા (22)એ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. આ પછી તપાસ દરમિયાન પતિ-પત્ની બંને રેલવે ફાટકની સામે સંતોષીનગરમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કરણ અને સ્નેહાના દોઢ મહિના પહેલા લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.
જો કે, તેણે ક્યા કારણોસર આપઘાત કર્યો તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, જેથી આપઘાતનું સાચું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લગ્નના 5 મહિના બાદ જ ઘરેલું ઝઘડામાં નવપરિણીત યુગલે આત્મહત્યા કરી લીધી હતી.