ધર્મ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની બહાર આ વસ્તુઓ હોવી એ નકારાત્મકતા લાવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનું વાસ્તુ ઠીક હોય છે તો ઘરમાં હમેશા સકારાત્મકતા બની રહે છે, પણ જો ઘરમાં વાસ્તુમાં કોઈ ભૂલ છે તો ઘરમાં ઝઘડો, કલેશ, બીમારીઓ વગેરે ઘર કરી જાય છે. વાસ્તુ અનુસાર દરેક દિશામાં કોઈને કોઈ દેવતાનો વાસ હોય છે. આ કારણથી ઘરમાં રહેલ દરેક વસ્તુનું પોતાનું મહત્વ હોય છે. ખોટી દિશામાં મૂકવામાં આવેલ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. વાસ્તુમાં જય ઘરની અંદરની વસ્તુનું મહત્વ છે તો ઘરની બહારની વસ્તુઓનું પણ એટલું જ મહત્વ છે. ચાલો તમને જણાવીએ કે ઘરની બહાર રહેલ આ વસ્તુઓ પર કેવા વાસ્તુના નિયમ લાગુ પડે છે.

વાસ્તુ અનુસાર તમારા ઘરની બહાર અમુક એવી વસ્તુઓ હોય છે જે ઘરમાં પોઝિટીવીટીની જગ્યાએ નેગેટિવિટીને આમંત્રણ આપે છે. ચાલો તમને જણાવી દઈએ કે એવી કઈ વસ્તુઓ છે જે તમારા ઘરની બહાર હોય તો તેના લીધે ઘરમાં વાસ્તુમાં ખામી ઉત્પન્ન થાય છે.

કચરો : માન્યતા છે કે જે ઘરમાં સાફ-સફાઇ હોય અને વસ્તુઓ બરાબર જગ્યાએ મુકેલ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. ઘણા લોકો પોતાના ઘરમાં સામાનને કચરો ગણીને મૂકી રાખતા હોય છે. આઆમ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. એવામાં જે ઘરમાં સામાનને કચરો ગણવામાં આવે છે અને તેવી રીતે મૂકી રાખવામાં આવે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ થતો નથી. આ આદતથી ઘરમાં આશાંતિ, બીમારી અને ધનહાનીની શક્યતાઓ વધી જાય છે.

ઊંચો રસ્તો : વાસ્તુ પ્રમાણે ઘરનો મુખ્ય દરવાજો તેની બહાર પડતાં રસ્તા કરતાં ઊંચો હોવો જોઈએ. જે ઘરમાં રસ્તો ઊંચો અને દરવાજો કે ઘર નીચું હોય છે ત્યાં નકારાત્મકતા વાસ કરે છે. આવા ઘરમાં હમેશા બીમારીઓ અને લડાઈ ઝઘડા થતાં રહે છે.

કાંટાવાળા છોડ : વાસ્તુ અનુસાર ઘરમાં મુખ્ય દરવાજા પાસે ભૂલથી પણ કાંટાવાળા છોડ રાખવા જોઈએ નહીં. આઆમ કરવાથી ત્યાં સુખ સમૃધ્ધિમાં બાધા આવે છે.

પત્થર : ઘણા લોકો ઘરને સુંદર બનાવવા માટે ઘરની બહાર અલગ અલગ પ્રકારના પત્થર અને ઈંટ સજાવતા હોય છે. આઆમ કરવાથી જીવનમાં પત્થર જેવી બાધા આવે છે. એટલે જો ઘરની બહાર પત્થર છે તો તેને હટાવી લેવા.

ગંદુ પાણી : જે ઘરની બહાર ગંદુ પાણી જમા થતું હોય છે ત્યાં લક્ષ્મી માતાનો વાસ થતો નથી. ઘરની બહાર ગંદુ પાણી એ ઘરમાં નકારાત્મકતા લાવે છે. એવામાં ઘરની બહાર ગંદુ પાણી જમા થવા દેશો નહીં.

Back to top button