ધર્મ

વિધ્નહર્તાના આ ત્રણ મંત્ર છે ચમત્કારી, નિયમિત જાપ કરવાથી બદલી જશે ભાગ્ય

ગણપતિ વિધ્નહર્તા દેવ છે. તેઓ વ્યક્તિના જીવનની બાધાઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે. તેમની પૂજામાં મંત્રોનું ખાસ મહત્વ છે. આજે અમે તમને ત્રણ મંત્રો વિશે જણાવશું જે કોઈપણ વ્યક્તિનું ભાગ્ય પરિવર્તન કરી શકે છે. નિયમિત જાપ કરવાથી ગણેશજી પ્રસન્ન રહે છે અને તેમની કૃપાથી ભાગ્ય પરીવર્તન પણ થઈ શકે છે.

ગણેશ ગાયત્રી મંત્ર

જો અકારણ જીવનમાં સમસ્યાઓ આવતી હોય તેવું જણાય તો આવી સમસ્યાઓને દૂર કરવા માટે 108ની સંખ્યામાં નિયમિત રીતે ગાયત્રી ગણેશ મંત્રનો જાપ કરવો. આ જાપ 11 દિવસ સુધી સતત કરવો જરૂરી છે. આ મંત્રનો જાપ 11 દિવસ સુધી કરવાથી ભાગ્યનો સાથ મળવા લાગશે. જીવનમાં નડતર હોય તેવી બાધાઓ દૂર થવા લાગશે.

ॐ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો બુદ્ધિ પ્રચોદયાત્

ગણેશ તાંત્રિક મંત્ર

મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે આ મંત્ર ઉત્તમ છે. આ મંત્રનો પૂર્ણ લાભ લેવા માટે ગણેશજીની પૂજા કર્યા પછી તેનો જાપ 108 વખત કરવો. પરંતુ આ પૂજા માત્ર ગણેશજીની નહીં શિવ-પાર્વતી સાથે કરવી જરૂરી છે. આ મંત્રજાપ વ્યક્તિને રોગ-શોકથી મુક્ત કરે છે. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે જે 11 દિવસ માટે આ મંત્રનો જાપ કરો ત્યારે મનમાં ક્રોધ, ઈર્ષા જેવી લાગણીઓ ન થવી જોઈએ. જો આમ થશે તો મંત્ર જાપનું ફળ નહીં મળે.

ॐ ગ્લૌમ ગૌરી પુત્ર, વક્રતુંડ, ગણપતિ ગુરુ ગણેશ
ગ્લૌમ ગણપતિ, ઋદિ્ધ પતિ, સિદિ્ધ પતિ
મેરે કર દૂર ક્લેશ
 
ગણેશ કુબેર મંત્ર

આ મંત્ર કરજમુક્તિ માટે ઉત્તમ છે. જો કોઈ વ્યક્તિ પર કરજ સતત વધતું હોય તો નિયમિત રીતે સવારે ગણેશ પૂજા કરી અને આ મંત્રનો જાપ 108 વખત કરવો. નિયમિત રીતે આ ઉપાય કરવાથી આવકના નવા સ્ત્રોતનું સર્જન થશે અને પ્રગતિના માર્ગ ખુલશે.
 
ॐ નમો ગણપતયે કુબેર યેકદ્રિકો ફટ્ સ્વાહા

Back to top button